Debris fell on people bathing under the waterfall: આ દિવસોમાં ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે. અવિરત ભારે વરસાદને કારણે જ્યાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સાથે જ અહીં પ્રવાસીઓ માટે આવવું જોખમ મુક્ત સાબિત નથી થઈ રહ્યું. વરસાદને કારણે ઘણી જગ્યાએ પર્વતોમાં તિરાડ અને ભૂસ્ખલનના સમાચાર જોવા મળી રહ્યા છે. દરમિયાન, ચમોલી પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં લોકોને વરસાદની મોસમમાં ધોધની નીચે જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે.
વાસ્તવમાં, છેલ્લા સમયથી પહાડોમાં અવિરત વરસાદને કારણે, ઘણી જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો સામે આવ્યા છે. જેમાં અનેક જગ્યાએ મકાનો ધરાશાયી થતા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ રોડ પર કાટમાળ પડવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. દરમિયાન, ચમોલી પોલીસે એક ભયાનક વીડિયો શેર કર્યો છે જેમાં લોકોને વરસાદની મોસમમાં સુરક્ષિત રહેવા માટે ધોધથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.
बरसात के मौसम के दौरान पहाड़ो में झरनों के नीचे नहाने से बचें। pic.twitter.com/bY9Xs08zxw
— Chamoli Police Uttarakhand (@chamolipolice) August 20, 2023
એકાએક ધોધ પરથી કાટમાળ નીચે પડી ગયો
સામાન્ય રીતે પર્વત પર આવતા પ્રવાસીઓ ધોધ નીચે ન્હાવાની મજા લેતા જોવા મળે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક લોકો પહાડોમાં ધોધની નીચે બેસીને નહાતા અને મજા કરતા જોઈ શકાય છે. વીડિયોમાં ધોધની નીચે સ્નાન કરી રહેલા લોકો પર પહાડીની ટોચ પરથી અચાનક કાટમાળ પડતો જોવા મળી રહ્યો છે. જે દરમિયાન બૂમો પડે છે. જેને જોઈને યુઝર્સ નારાજ થઈ ગયા.
પોલીસે સલામત રહેવા કરી અપીલ
વીડિયો શેર કરતી વખતે ઉત્તરાખંડ ચમોલી પોલીસે અપીલ કરી અને લખ્યું, ‘વરસાદની મોસમમાં પહાડોમાં ધોધ નીચે નહાવાનું ટાળો.’ વીડિયો જોઈને મોટી સંખ્યામાં લોકો સ્તબ્ધ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે હાલમાં જ અવિરત વરસાદને કારણે ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર પરસાડી પાસે મોટી તિરાડો પડી ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube