ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં સિંહ પછી હવે દીપડાઓ પણ ધીમે ધીમે રહેણાક વિસ્તારમાં આવવા લાગ્યા છે. આ સાથે દીપડાઓની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. જેના કારણે અમરેલી જિલ્લાના લોકોમાં એક ભયનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ત્યારે ગઈ કાલે એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. જેનો સીસીટીવી વિડીયો(CCTV video) પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે, દીપડો એક રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યો છે અને ત્રણેક શ્વાનની ટુકડી બહાદુરી બતાવી દીપડા પાછળ દોટ મૂકી રહી છે.
ત્રણ જેટલા કુતરાઓ દીપડા પાછળ દોડ્યા:
ગઈકાલે વહેલી સવારના રોજ જાફરાબાદ શહેરમાં આવેલા નેસડી મોલ્લા વિસ્તારમાં દિન દહાડે દીપડો ઘુસી આવ્યો હતો. દીપડો એક રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કરી રહ્યો છે, જેનો આખો ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. આ દીપડો સોસાયટીમાં પ્રવેશતાની સાથે જ સ્થાનિક ત્રણ જેટલા કુતરાઓ દીપડા પાછળ બહાદુરી બતાવી પાછળ દોડે છે. આ પ્રકારના દ્રશ્યો પ્રથમ વખત સામે આવ્યા છે.
દીપડાની લટાર લોકો માટે ચિંતાનો વિષય બની:
આ દીપડા દ્વારા હજુ સુધી કોઈને ઈજા પહોંચાડી હોય તેવા કોઈ પણ પ્રકારના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ દીપડાની આ પ્રકારની લટાર એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, સમગ્ર દીપડાની ઘટનાથી જાફરાબાદ વનવિભાગ અજાણ હોવાનુ બહાર આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયા પછી વનવિભાગ પણ દોડતુ થઇ ગયું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.