લોકડાઉનની વચ્ચે દેશભરમાંથી પોલીસના અલગ-અલગ રૂપ સામે આવી રહ્યા છે. ક્યાંક પોલીસનું કડક વલણ સામે આવી રહ્યું છે, તો ક્યાંક પોલીસ ગરીબોને ભોજન આપતા પણ જોવા મળે છે.
આ વચ્ચે રાજધાની દિલ્હીમાં શનિવારે દિલ્હી દિલ્હી પોલીસનો હૃદયસ્પર્શી, ખૂબ જ માનવીય ચહેરો જોવા મળ્યો છે. લોકડાઉન દરમ્યાન લોકોને ખાવા-પીવાનો સામાન મેળવવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવી પરિસ્થિતિમાં આજે 4 વર્ષની મજુર ની દીકરીના જન્મદિવસ નિમિત્તે દિલ્હીના ફતેપુરી બેરી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ કેક ની તો વ્યવસ્થા કરી જ, પણ સાથે-સાથે શ્રમિક શિબિર માં રસોઈમાં પણ મદદ કરી અને તેના મિત્રો સાથે જન્મદિવસ પણ ઉજવ્યો. ચાર વર્ષની આ દીકરીનું નામ ચંદન છે અને તે હોલા ગામની રહેવાસી છે.
Today on birthday of a 4-yr-old girl, the daughter of a labourer,a cake was arranged by staff of Police Station Fatehpuri Beri&her birthday was celebrated with her friends in community kitchen at the labour camp there. The girl is a resident of Chandan Hulla village: Delhi Police pic.twitter.com/Y1KhZ6UUXq
— ANI (@ANI) April 18, 2020
જણાવી દઈએ કે જીવલેણ કોરોનાવાયરસ ની મહામારીમાં ફક્ત સ્વાસ્થ્ય કર્મીઓ જ નહીં પરંતુ સુરક્ષાકર્મીઓ પણ સીધી લડાઇ લડી રહ્યા છે. લોકોને કોરોના મારથી બચાવવા માટે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે.
રાજધાની દિલ્હીમાં કોરોના થી સંક્રમિત લોકોની સંખ્યા 1707 થઈ ચૂકી છે. દિલ્હી સરકારે કોરોનાવાયરસ થી સંક્રમિત કોઈપણ સરકારી કર્મચારીનું મૃત્યુ થતાં તેમને 1 કરોડની સહાય આપવાનું એલાન કર્યું છે. જે પોલીસ જવાન અને આરોગ્ય કર્મીઓ માટે જરૂરી અને યોગ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news