ગોલ્ડ પહેરતા ગોલ્ડન બાબાનું અવસાન- બાબા બન્યા પહેલા હતા શાતીર બદમાશ

પૂર્વ દિલ્હીના ગાંધીનગરના રહેવાસી સુધીરકુમાર મક્કર ઉર્ફે ગોલ્ડન બાબાનું Golden Baba નિધન થયું છે. લાંબી માંદગી બાદ ગોલ્ડન બાબાએ મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.…

પૂર્વ દિલ્હીના ગાંધીનગરના રહેવાસી સુધીરકુમાર મક્કર ઉર્ફે ગોલ્ડન બાબાનું Golden Baba નિધન થયું છે. લાંબી માંદગી બાદ ગોલ્ડન બાબાએ મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેની સારવાર દિલ્હીમાં એઈમ્સ AIIMS ખાતે ચાલી રહી હતી. ગોલ્ડન બાબા હરિદ્વારના Haridwar ઘણા અખાડાઓ સાથે સંકળાયેલા છે અને તેમની સામે ઘણા ગુનાહિત કેસ દાખલ થયા હતા.

ગોલ્ડન બાબાનું અસલી નામ સુધીરકુમાર મક્કર છે. તે મૂળ ગાઝિયાબાદનો હતો. એવું કહેવામાં આવે છે કે સુધીરકુમાર મક્કર સાધુ બનતા પહેલા દિલ્હીમાં કપડાનો વ્યવસાય કરતો હતો. સુધીરકુમાર મક્કર તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ગોલ્ડન બાબા બન્યા. ગાંધીનગરના અશોક ગલીમાં ગોલ્ડન બાબાનો આશ્રમ છે.

કેમ ગોલ્ડન બાબા કહેવાય છે

સુધીરકુમાર મક્કર ઉર્ફે ગોલ્ડન બાબાને 1972 થી ગોલ્ડ પહેરવાનું પસંદ હતું. એવું કહેવામાં આવે છે કે તે સોનાને પોતાનો ભગવાન માનતો હતો. બાબા હંમેશાં ઘણા કિલો સોનું પહેરે છે. બાબાની દસ આંગળીઓમાં સોનાની વીંટી, હાથમાં આભુષણ, સોનાનું લોકેટ છે. બાબાના સંરક્ષણ હેઠળ હંમેશાં 25-30 રક્ષકો ફરજમાં રેહતા હતા.

ગોલ્ડન બાબા એક જુના હિસ્ટ્રીશીટર હતા

ગોલ્ડન બાબા પૂર્વ દિલ્હીનો એક જૂનો હિસ્ટ્રીશીટર હતો હિસ્ટ્રીશીટરનો અર્થ એ છે કે પોલીસ સ્ટેશનમાં બાબાના નામનું એક એવું ખાતું ખોલ્યું, જેમાં તેના તમામ નાના મોટા ગુનાઓના હિસાબ નોંધાયેલા છે. આ કેસોમાં અપહરણ, ગેરવસૂલી, હુમલો, જાનથી મારી નાખવાની ધમકીઓ જેવા નાના નાના અને મોટા ગુનાઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *