દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે પતિની કુલ સેલેરીનો ત્રીજો ભાગ પત્નીને ગુજારાભથ્થા તરીકે આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આવકની વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી છે. જે અંતર્ગત નિયમ છે કે જો કોઇ અન્ય નિર્ભર ન હોય તો પતિની કુલ સેલરીના બે હિસ્સા પતિ પાસે અને એક હિસ્સો પત્નીને આપવામાં આવે. કોર્ટે યાચિકાકર્તા મહિલાની અરજી પર ચુકાદો આપતા નિર્દેશ આપ્યો છે કે મહિલાને પતિની સેલરીમાંથી 30 ટકા મળે.
મહિલાના લગ્ન 7 મે 2006માં થયા હતાં. તેમના પતિ સીઆઇએસએફમાં ઇન્સપેક્ટર છે. બંને 15 ઓક્ટોબર 2006માં અલગ થઇ ગયા. એ પછી મહિલાએ ગુજારાભથ્થા માટે અરજી આપી. 21 ફેબ્રુઆરી 2008ના દિવસે મહિલાનું ગુજારાભથ્થું નક્કી કરવામાં આવ્યું જે અનુસાર પતિને નિર્દેશ આપવામાં આવ્યો કે તે પોતાની કુલ સેલરીના 30 ટકા પત્નીને આપે. આ ચુકાદાને પતિએ પડકાર્યો. ટ્રાયલ કોર્ટે ગુજારાભથ્થું સેલરીના 30 ટકાથી ઘટાડીને 14 ટકા કરી દીધું. આ ચુકાદાને મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો.
દિલ્હી હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે 21 ફેબ્રુઆરી 2008ના રોજ જે ગુજારાભથ્થું નક્કી કરવામાં આવ્યું હતું એ અંતર્ગત મહિલાને તેમના પતિની કુલ સેલરીના 30 ટકા ગુજારાભથ્થા તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આવા મામલામાં પૈસાની વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી છે. એ જ કારણે અદાલકે 30 ટકા ગુજારાભથ્થું મહિલાને આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપ્યો છે કે તે સેલરીમાંથી 30 ટકા કાપીને પત્નીને સીધા મોકલે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.