પતિએ આઠ મહિનાની ગર્ભવતી પત્નીને જાહેરમાં જ ગોળી મારીને પતાવી દીધી? CCTV વિડીયો વાયરલ

ચારેબાજુ સનસનાટી મચી ગઈ હતી જ્યારે એક વ્યક્તિએ તેની ગર્ભવતી પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ દરમ્યાન, આરોપીએ વચમાં આવેલા વ્યક્તિને પણ ગોળી મારી હતી. આ હુમલામાં મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પડોશી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલાખોર પતિ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાં રોકાઈ ગયો હતો અને પોલીસ પહોંચતા જ તેણે સરેન્ડર કર્યું હતું.

આ ઘટના ગઈકાલે એટલે કે મંગળવારના રોજ સવારે સાડા દસ વાગ્યે બની હતી. ખરેખર, જે વ્યક્તિએ મહિલાની હત્યા કરી હતી તે અન્ય કોઈ નહીં પરંતુ તેનો જ પતિ હતો. તેણે તેની 8 મહિનાની ગર્ભવતી પત્નીને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ હત્યા કર્યા બાદ ઘટના સ્થળેથી ભાગ્યો ન હતો. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ સ્વીકાર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ શાઈના છે. તે 8 મહિનાથી ગર્ભવતી હતી. અહિયાં ચોંકવનારી વાત તો એ છે કે, ગર્ભવતી મહિલા બે દિવસ પહેલા જ તિહાર જેલમાંથી બહાર આવી હતી. ગર્ભવતી હોવાને કારણે જ તેણીને જેલ માંથી રજા મળી હતી. આ મહિલા એનડીપીએસ એક્ટ હેઠળ જેલમાં ધકેલી હતી.

પોલીસના જણાવ્યા મુજબ 1 વર્ષ પહેલા આ મહિલાના લગ્ન વસીમ સાથે થયા હતા. પરંતુ આ પછી, શાઈના એનડીપીએસ એક્ટ હેઠળ પકડાઇ હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ દરમિયાન વસીમની મિત્રતા પત્નીની મોટી બહેન સાથે બની હતી અને તે બંને સાથે રહેવા લાગ્યા હતા. શાઈના જામીન મળતા જ જેલની બહાર આવી ત્યારે તેનો પતિ તેને મળવા પણ આવ્યો નહોતો. આ દરમિયાન શાઈનાને વસીમ અને તેની બહેનનાં સંબંધ વિશે પણ ખબર પડી. આ મામલે શાઈના અને વસીમે પણ ઝઘડો કર્યો હતો. મંગળવારની સવારે જ નિઝામુદ્દીન વિસ્તારમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અચાનક જ વસિમે પિસ્તોલ બહાર કાઢી અને એક પછી એક એમ ચાર ગોળીઓ મારી તેની ગર્ભવતી પત્નીને પતાવી દીધી હતી. વસીમે નજીકમાં ઉભેલી એક વ્યક્તિને પણ ગોળી મારી દીધી હતી. આ દરમિયાન એક શખ્સે વસીમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ વસીમે તેને પણ ગોળી મારી દીધી હતી. આ આખી ઘટના ત્યાં સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે કેવી રીતે વસિમ જાહેરમાં પત્નીને કોઈ ભય વિના પિસ્તોલથી ગોળી મારી રહ્યો છે. આ દરમિયાન, જો કોઈ અન્ય શેરીમાં દેખાયા, તો વસીમે તેને રિવોલ્વરથી ધમકી પણ આપી હતી અને બાદમાં હવાઇ ફાયરિંગ કરી આસપાસના લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઈજાગ્રસ્ત યુવક હજી હોસ્પિટલમાં દાખલ છે ત્યારે ગર્ભવતી પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યાં તેની હાલત નાજુક છે. પોલીસનું કહેવું છે કે આરોપી વસીમ સ્થળ પર ઝડપાયો હતો અને તેની પાસેથી પિસ્તોલ પણ મળી આવી છે. પોલીસ હાલમાં વસીમની પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *