ગર્ભવતી મહિલાના ઘરે વધામણાં આપવા પહોંચ્યા કિન્નર, માંગ્યા 21000 ન આપ્યા તો કર્યું આવું..

દિલ્હી પાસે ગુડગાંવમાં એવી ઘટના ઘટી જેણે બધાને હેરાન કરી દીધા.હમેશા જોવા મળે છે કે કિન્નરો તહેવાર લગ્ન કે કોઈ ના જમવા ઉપર કિન્નરો વધાઈ આપવા ઘરે પહોંચી જાય છે.

તે પરિવારની ખુશીઓમાં ભળે છે. પરંતુ ગુડગાંવમાં કિન્નરોએ એવું કર્યું જેનાથી તમે પણ હવે સતર્ક થઇ જશો. તમે પણ સાવધાન થઈ જશો. જી હાં ગુડગાંવના સેક્ટર 46 માં ત્રણ કિન્નરો એક ઘરમાં વધાઈ આપવા પહોંચ્યા.પોલીસના રિપોર્ટ અનુસાર તે પ્રેગનેન્ટ મહિલાને આશીર્વાદ આપવા માટે ગયા હતા.

પોલીસે સેક્ટર 50 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લીધો છે અને સ્પેશિયલ ટીમ બનાવી કિન્નરોની શોધ ચાલુ છે. પોલીસ ઓફિસર શાહિદ અહમદે કહ્યું કે અમે એફઆઈઆર નોંધી લીધી છે અને તપાસ ચાલુ છે.

પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે-ત્રણ કિન્નરો ઘર પાસે આવ્યા અને પૈસા માંગવા લાગ્યા. મારા પતિએ તેમને 2100 રૂપિયા આપ્યા, પરંતુ તેઓ 21,000 રૂપિયા માંગી રહી હતી.વાત ચાલી રહી હતી કે તેમાંના એક કિન્નરે  પતિનું પર્સ છીનવી લીધું અને દસ હજાર રૂપિયા કાઢી લીધા.

મહિલાએ એ પણ આરોપ લગાવ્યો કે એ કિન્નરે તો તેની સોનાની ચેન ઝડપવાની કોશિશ કરી પરંતુ તેમણે બૂમો પાડવાનું શરૂ કરી દીધું. જેથી કિન્નર ભાગી ગયા. પકડાઈ જવાના ડરથી કિન્નરો કારથી ફરાર થઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *