લોકસાહિત્યકાર તેમજ લોકગાયક દેવાયત ખવડ ફરી વિવાદોમાં ફસાયા છે. રાજકોટમાં એક યુવાન પર ધોળાદિવસે જીવલેણ હુમલો કરવામાં લોકગાયક દેવાયત ખવડનું નામ સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે દેવાયત ખવડે તેના બે માણસો સાથે મળીને દિનદહાડે રાજકોટના સવેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મયુરસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને પગના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું.
મળતી માહિતી અનુસાર મયુરસિંહ રાણા નામના યુવક પર દેવાયત ખવડે જીવલેણ હુમલો કર્યો છે. જાણવા મળ્યું છે કે દેવાયત ખવડે લોખંડના પાઇપ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને અસહ્ય માર માર્યો હતો. ત્યારબાદ મયુરસિંહ રાણાને ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના અંદાજે બપોરના ત્રણ થી સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જાણવા મળ્યું છે કે, રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર અચાનક દેવાયત ખવડ અને અન્ય બે અજાણ્યા યુવકો પાઇપ લઈને તૂટી પડ્યા હતા. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે શું થયું હતું તેની જાણકારી પ્રાપ્ત થઈ નથી. પરંતુ ધોળા દિવસે ગુજરાતના નામાંકિક વ્યક્તિ દ્વારા આવી ઘટના બનવી તે કોઈ સારી વાત નથી. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.