હે કુદરત.. આ તારો કેવો કહેર? ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો- 25 વિઘામાં ઉભેલો પાક થયો બળીને ખાખ

ગુજરાત(Gujarat): હાલમાં રાજ્યમાં કુદરત પણ જગતના તાત સાથે જાણે મજાક કરી રહ્યો હોય તેમ પોતાના તેવર બદલી રહી છે. જેના લીધે ખેડૂતોના ઉભા પાકને મોટું…

ગુજરાત(Gujarat): હાલમાં રાજ્યમાં કુદરત પણ જગતના તાત સાથે જાણે મજાક કરી રહ્યો હોય તેમ પોતાના તેવર બદલી રહી છે. જેના લીધે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો દ્વારકા(Dwarka)ના ખંભાળિયા(Khambhalia) તાલુકાના સિદ્ધપુર(Siddharpur) ગામના એક ખેડૂત ના 22 વીઘા જમીનમાં ઉગેલા પાક પર વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે વિશાળ આગ ભભુકી ઊઠી હતી. આગ લાગવાને કારણે ખેડૂતનો ધાણા અને મેથીનો લાખો રૂપિયાનો તૈયાર પાક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. આ દુઃખદ ઘટનાને કારણે હાલ પરિવારને રડવાનો વખત આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો તૈયાર થયેલા પાકને ખેતરમાં એક જગ્યાએ મૂકી ખેડુત તેના ગામે હતા. આ દરમિયાન તેની વાડીમાં આગ લાગવાની જાણ પાડોશી એ ખેડૂતને કરી હતી. ભયંકર આગ લાગવાના સમાચાર મળતા ખેડૂત પરિવાર વાડીએ દોડી આવ્યો હતો.

મહત્વનું છે કે ખંભાળિયા તાલુકાના સિધપુર ગામમાં રહેતા ખેડૂત માધાભાઈ ખીમાભાઈ પરમાર તેમના 22 વીઘા જમીનમાં શિયાળુ પાક મેથી અને ધાણા નું વાવેતર કર્યું હતું.

આ વિશાળ આગ પર કાબુ મેળવવા માટે આજુબાજુના ખેડૂતોએ પાણીનો માળો પણ ચલાવ્યો હતો. પરંતુ ક્ષણભરમાં જ આગે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને કારણે ખેડૂતનો ઉભો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ચાર દીકરી અને એક દીકરાના પિતાએ રાત દિવસ મહેનત કરીને 25 વીઘા જમીનમાં મેથી અને ધાણા નું વાવેતર કર્યું હતું.

પરંતુ વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે તૈયાર પાક બળી જતા જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને હાલ ખેડૂત તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

ખેડૂતે ભાવુ થતા જણાવ્યું હતું કે, હવે અમારી પાસે કોઈ સહારો નથી. અમારું બધું જ ભગવાને લઈ લીધું છે. અમારો ઉભો તૈયાર પાક આંખમાં બળીને ખાખ થઈ ગયો છે. હવે સરકારે જ અમારા માવતર સરકાર અમને મદદ કરે એવી આશા રાખીને બેઠા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *