પાવાગઢ મંદિરમાં આજથી ભક્તો નહીં લઇ જઇ શકે છોલેલું શ્રીફળ, જો ભૂલથી પણ લઇ ગયા તો… આજથી લાગુ થયા આ નિયમો

ગુજરાત(Gujarat): અંબાજી મંદિર(Ambaji temple) પછી વધુ એક પાવાગઢ મહાકાળી મંદિર(Pavagadh Mahakali Temple)માં મોટો પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જઈ શકશે નહીં તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છોલ્યા વિનાનું આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા શ્રીફળ વધેરવાના મશીનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી હવે આજથી મંદિરમાં નવા નિયમની અમલવારી લાગુ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાવિક ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઈ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલુ શ્રીફળનું વેચાણ કરી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શક્તિ દ્વારથી જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભાવિક ભક્તોને તપાસીને અંદર પ્રવેશ આપવામાં આવશે. માત્ર એટલું જ નહીં પણ સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

મહત્વનું છે કે, કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિયમ તમામ ભાવિક ભક્તો માટે આગામી 20 માર્ચ એટલે કે આજથી લાગુ થઈ જશે. આ નિર્ણયને કારણે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢની અગત્યની સૂચના:
અગત્યની સુચના બહાર પાડતા કહ્યું છે કે, આજ તારીખ 14/3/23ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે (1) તારીખ 20/3/23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. (2) મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે. (3) ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો.

(4) જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. (5) મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી. (6)સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *