ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અવારનવાર વિવાદોમાં સપડાતા દેવાયત ખવડ વિરુદ્ધ હત્યા કરવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. “રાણો રાણાની રીતે” કહેનારા દેવાયત ખવડ ઘરને તાળા મારી ફરાર થઈ ગયા છે, તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.
ગયા બુધવારે રાજકોટના સવેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા પર થયેલા હુમલામાં દેવાયત ખવડ વિરુદ્ધ આઈપીસી કલમ 307, 325, 506 (2) તથા 114 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર દેવાયત ખવડે તેમના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં મયુરસિંહ રાણાના હાથ અને પગના ભાગે ઈજા પહોચી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
View this post on Instagram
વાયુવેગે વિડીયો વાયરલ થતા, પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ગણતરીની મિનિટોમાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, દેવાયત ખવડ જેવા દેખાતા વ્યક્તિ નંબર પ્લેટ વગરની swift કાર લઈને આવે છે, અને રસ્તા પર જઈ રહેલા મયુરસિંહ રાણા પર બેફામ રીતે તૂટી પડે છે.
મયુર સિંહ રાણાની હાલ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી બાજુ દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો નોંધાતા શહેર પોલીસે દેવાયત ખવડ ને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે દેવાયત ખવડના ઘરે પણ તેમની તપાસ કરી હતી, પરંતુ ઘરમાં કોઈ હતું જ નહીં.
શું હતો સમગ્ર મામલો…
દેવાયત ખવડે આવું શું કામ કર્યું… તેના જવાબમાં મયુરસિંહ રાણે જણાવતા કહ્યું કે, એકાદ વર્ષ પહેલા દેવાયત ખવડ ની બાજુમાં મારા મામા રહેતા હતા. અને તે વખતે પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર આજ સુધી દેવાયત ખવડે રાખ્યો હતો. જેના કારણે તેણે મારા પર હુમલો કર્યો. તેની સાથે તેમના સાગરીતો પણ સામેલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.