રાણો રાજકોટથી તડીપાર… 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજુર કરતી હાઇકોર્ટ

ગુજરાત(Gujarat): મયૂરસિંહ રાણા(MayurSingh Rana) પર કરવામાં આવેલ જીવલેણ હુમલા(Attack)ના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad)ના જામીન હાઇકોર્ટ(High Court) દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે દેવાયત ખવડના હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે.

જોકે, A ડિવિઝન પોલીસના તપાસની અધિકારી દ્વારા અભિપ્રાય નકારાત્મક આપવામાં આવતા કોર્ટ દ્વારા દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી ફગાવવામાં આવી હતી. જેના કારણે શિવરાત્રી પણ દેવાયત ખવડને જેલમાં જ વિતાવી પડી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં ધુળેટીનો તહેવાર દેવાયત ખવડ જેલમાં નહીં પરંતુ રાજકોટ બહાર માણી શકશે. દેવાયત ખવડ છેલ્લા 72 દિવસથી જેલમાં બંધ છે.

શું હતો સમગ્ર મામલો?
ગત સાતમી ડિસેમ્બરના રોજ રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો દાખલ થયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા પછી દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસને સામેથી સરેન્ડર કર્યું હતું. જે પછી દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

19મી ડિસેમ્બરના રોજ ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ipcની કલમ 307 હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી નહીં કરવામાં આવતા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ એ ડિવિઝન પોલીસ દ્વારા કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ નજીક રેકી કર્યાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડ અને તેના સાથીદારો દ્વારા થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા યુવક દ્વારા દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *