બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)ના દરબારમાં ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બુલંદશહરની એક મહિલા તેની પુત્રીની ફરિયાદ કરવા આવી હતી. વીડિયોમાં મહિલા ખૂબ જ પરેશાન દેખાઈ રહી છે અને ધ્રુસકે-ધ્રુસકે રડી રહી છે.
સૌ પ્રથમ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાને ચૂપ રહેવા કહ્યું અને થોડા સમય પછી તેમના પ્રશ્નો પૂછવા માટે કહ્યું કે, તે શું પૂછવા માગે છે? આ પછી મહિલા તેની પુત્રી વિશે પ્રશ્નો પૂછે છે. જેના દરેક પ્રશ્નોના જવાબ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી આપે છે. જે સાંભળીને મહિલા ધ્રુસકે-ધ્રુસકે રડી પડે છે.
મહિલા કહે છે કે, મારી દીકરી ઘરેથી ભાગી ગઈ છે. તેને પછી લઇ આવ્યા હતા, તેમ છતાં તે ફરીથી 5મીએ ભાગી ગઈ છે. મહિલાએ પુત્રીનું નામ પ્રિયંકા જણાવ્યું હતું, જે B.A ના ફાઈનલ યરમાં અભ્યાસ કરે છે. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી પૂછે છે કે, ખોટું ન લગાડતા, અમે સ્પષ્ટ બોલીશું…
ધીરેન્દ્ર શાસ્ત્રી પેમ્ફલેટ વાંચતી વખતે કહે છે, ‘તમારી દીકરી પ્રેમસંબંધમાં પડી છે અને તેના પર વશીકરણ કરવામાં આવ્યું છે. આ કારણોસર તે વારંવાર ઘરેથી ભાગી જાય છે. તેને સુધારવું ખુબ જ મુશ્કેલ છે, તેથી તેની ચિંતા કરશો નહીં. તમે ચિંતામુક્ત થઈ જાવ.
પેમ્ફલેટ વાંચતી વખતે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ત્રીને આગળ કહે છે કે, તે એકવાર આવશે, પરંતુ તેને ઘરે રોકવું મુશ્કેલ છે. તેણીએ આંતરિક રીતે તે યુવક સાથે લગ્ન કરી લીધા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી વધુમાં જણાવે છે કે, બીજું કારણ છે. આમાં પણ તમે લોકો બેદરકાર હતા. એકવાર આખો મામલો થાળે પડ્યો. સામેવાળી પણ જતી રહી હતી, પણ તમે બીજામાં ભૂલ કરી હતી, તે પહેલાં તારે લગ્ન કરી લેવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.