સુરત જીલ્લાના ખજોદ નજીક એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સ ડ્રીમ પ્રોજેકટના મજૂરો આજે ફરી વિફર્યા હતા. વતન જવાની માંગ અને બહારથી મજૂરો લાવવામાં આવતા મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ કરી હતી.
થોડા દિવસ પહેલા પણ જમવાનું નથી મળતું તે બાબતે આ મજૂરોએ હોબાળો મચાવ્યો હતો. આજે 4000 જેટલા મજુરોએ વતન જવાની માગ અને ભોજન ન મળતું હોવાની ફરિયાદ સાથે ધમાલ મચાવી હતી. જેમાં સુરક્ષા કેબિનમા તોડફોડ કરી હતી.
ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક કલાકની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ફરી આ ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો.
મજુરોને મેનેજમેન્ટ અને કોન્ટ્રાકટર સામે રોષ હોવાથી ઓફિસ સુરક્ષા કેબીન સહિત અન્ય સામાનમાં તોડફોડ કરી હતી. સાથે સાથે વતન જવાની માંગ પણ કરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news