સુરત હીરા ઉદ્યોગમાં હજુ પણ ભયંકર મંદીની અસરો જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કામદારોની હાલત કફોડી અને નબળી બની ગઈ છે. આ મંદીના કારણે ઘણા રત્ન કલાકારોએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. અને હાલમાં જ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કિલ્લામાંથી એક યુવકની લાશ પોલીસને મળી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહની તપાસ કરતા તેની પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં યુવકે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળેલ માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં પારસ સોસાયટીમાં આવેલા શેત્રુજે એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ વરિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક સંકડામણના કારણે તણાવમાં રહેતા હતા. આર્થિક સંકડામણમાં આવીને તેમને કતારગામમાં આવેલા જૂના કિલ્લામાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સુરેશભાઈએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઈડ નોટ લખી હતી. સુરેશભાઈના આપઘાતની જાણ કતારગામ પોલીસને થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારીને ઘટના સ્થળ પરથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સુરેશભાઈએ આપઘાત કરવા પાછળનું કારણ આર્થિક સંકડામણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરીને સુરેશભાઈના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ ડાયમંડ ઉદ્યોગમાં મંદી હોવાના કારણે એક દિવસનું 1000 રૂપિયાનું કામ કરતા કર્મચારીને માંડ માંડ 400 થી 500 રૂપિયાનું કામ થઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.