એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક દિયરે રાત્રે સુઈ રહેલી ભાભી સાથે અવૈધ સંબંધ બનાવવાની કોશિશ કરી હતી. જેને લીધે ગુસ્સામાં આવેલ ભાઈ-ભાભીએ યુવકને ગમછાથી ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ફક્ત એટલું જ નહીં પરંતુ ત્યારબાદ પછી યુવકની લાશને વાડામાં લઈ જઈને જમીન પર પછાડી હતી અને ત્યાં પડેલી કુહાડીથી ગળા પર ઘા કર્યા હતા. ત્યારબાદ ભાઈ-ભાભી બંને છાનામના ઘરે આવીને સુઈ ગયા હતા. જોકે પોલીસ તપાસમાં દંપતીની આ ખરાબ કરતુત સામે આવી હતી.
મધ્યપ્રદેશથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના રૂપનગઢમાં આ ધ્રૃર્ણાસ્પદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 5 સપ્ટેમ્બરની રાત્રે 30 વર્ષના લાલારામ પોતાની પત્ની સાથે જાગરણમાં ગયો હતો. લાલારામ રાત્રે આશરે 10 વાગ્યા આજુબાજુ ઘરે આવી ગયો હતો. ત્યાર પછી તે પોતાની રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો હતો. રાત્રે આશરે 11 વાગ્યે લાલારામ ઉઠ્યો હતો અને સૂતેલી ભાભી ગોરાદેવીની પાસે પહોંચીને શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. દરમિયાન ભાભી ગોરાદેવી જાગી ગઈ હતી અને અવાજ સાંભળીને તેમનો મોટોભાઈ નંદારામ પણ જાગી ગયો હતો.
મોટાભાઈ નંદારામે જ્યારે નાનાભાઈ લાલારામને પોતાની પત્ની ગોરાદેવી સાથે ખરાબ કૃત્ય કરતાં જોયો તો નંદારામેને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. જેને લીધે ગુસ્સામાં આવેલ ભાઈ-ભાભીએ યુવકને ગમછાથી ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ફક્ત એટલું જ નહીં પરંતુ ત્યારબાદ પછી યુવકની લાશને વાડામાં લઈ જઈને જમીન પર પછાડી હતી અને ત્યાં પડેલી કુહાડીથી ગળા પર ઘા કર્યા હતા. ત્યારબાદ ભાઈ-ભાભી બંને છાનામના ઘરે આવીને સુઈ ગયા હતા.
સવારે જ્યારે પરિવારના સભ્યોએ મૃતદેહને જોયો ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતકની પત્ની અંદાજે સવારે ચાર વાગ્યે જાગરણમાંથી પાછી આવી હતી અને પોતાના રૂમમાં જઈને એકલી સૂઈ ગઈ હતી. પોલીસને બોડીની તપાસમાં ખબર પડી કે આણે કાતો ફાંસી લગાવી છે અથવા કોઈએ ગળું દબાવ્યું છે. જેને લઈને પોલીસને શંકા ગઈ હતી કે હત્યા પહેલા કરવામાં આવી હોઈ શકે અને પછી કુહાડીથી ઘા કરવામાં આવ્યા હોય.
સમગ્ર ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરતા અંતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.