પ્રધાનમંત્રી આવાસ યોજના(Pradhan Mantri Awas Yojana)નો બીજા હપ્તો(Second installment) એપ્રિલમાં જ લાભાર્થીઓેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જો તમારા ખાતામાં પૈસા હજુ સુધી નથી આવ્યા તો તમે તરત પોતાનું એકાઉન્ટ ચેક કરી શકો છો. તેના માટે તમારે અમુક સરળ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.
જાણો કઈ રીતે ચેક કરશો સ્ટેટસ?
સૌથી પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિશયલ વેબસાઈટ પર જાઓ. અહીં ‘સિટીઝન આસેસમેન્ટ’નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો. એક નવુ પેજ ખુલશે. જેના પર ‘ટ્રેક યોર આસેસમેન્ટ સ્ટેટસ’નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો. ત્યાર બાદ રજીસ્ટ્રેશન નંબર ભરો અને માંગવામાં આવેલી જાણકારીઓ રાજ્ય ચેક કરી લો. ત્યાર બાદ રાજ્ય, જિલ્લા અને શહેરની પસંદગી કરો અને સબમિટ કરો. તમારી અરજીની સ્થિથિ તમારા સ્ક્રિન પર પ્રદર્શિત થશે.
સૌથી પહેલા ઓફિશયલ વેબસાઈટ pmaymis.gov.in પર જાઓ. તમારી વેબસાઈટ પર ‘સિટીઝન અસેસમેન્ટ’નો વિકલ્પ મળે છે. તેના પર ક્લિક કરો. અહીં તમને ઘણા વિકલ્પ મળશે. તમે પોતાના રોકાણના હિસાબથી વિકલ્પને પસંદ કરો. ત્યારબાદ તમારો આધાર નંબર ભરવાનો છે અને ચેક પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક ઓનલાઈન ફોર્મ ખુલશે. આ ફોર્મમાં માંગવામાં આવેલી જાણકારી ભરો.
અરજી કર્યા બાદ એક વખત ફરી સંપૂર્ણ જાણકારી વાંચો. સંતુષ્ટ થયા બાદ સબમિટ કરો. સબમિટ કર્યા બાદ તમારા સ્ક્રીન પર એક અરજી સંખ્યા દેખાશે. તેની એક પ્રિન્ટ આઉટ કાઢી લો અને ભવિષ્ટ માટે પોતાની પાસે રાખી લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.