ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય પક્ષો સક્રિય થયા છે. પોતાના ઉમેદવારની તરફેણમાં ફોર્મ પાછા ખેંચવા નેતાઓએ કવાયત હાથ ધરી છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના દિલીપ સાબવાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
દિલીપ સાબવાએ જણાવ્યું કે, મેં કોંગ્રેસ પાસે સમર્થન માગ્યું હતું. કોંગ્રેસના આંતરિક અસંતોષને પરિણામે તેના ઉમેદવારની હાર થાય તો મારી બદનામી ન થાય તે માટે ઉમેદવારી પત્ર પાછુ ખેંચ્યું છે. દિલીપ સાબવાએ ત્રિશુલ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન ના કારણે છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી માં લાભ મેળવે છે તેથી અમોએ ફકત ગાંધીનગર સીટ ઉપર પાસ અપક્ષ ઉમેદવારી કરે અને કોંગ્રેસ અમને સમર્થન આપે અમારી જાહેરાત હોવા છતાં તેમને સી.જે ચાવડા ને મત નું વિભાજન કરાવવા ઉમેદવારી કરાવી અને અમો છેલ્લા કેટલાય દિવસો થી અલગ અલગ વિસ્તાર માં પ્રવાસ કરી છીએ લોકોના મંતવ્ય મેળવીએ જેમાં 20% લોકો સમાજ લક્ષી વાત કરી અને 80% લોકોએ રાષ્ટ્ર ની વાત કરી જેમાં કોંગ્રેસની અણઆવડત ના લીધે અને એરસ્ટાઈક ના કારણે મોદી લહેર છે જેથી સી.જે ચાવડા નુકશાન છે જેનો દોષ નો ટોપલો મારા પર ના આવે એટલે મારું ફોર્મ પાછું ખેચુ છું.
તેમણે જણાવ્યું કે, મેં કોંગ્રેસ પાસેથી ટિકિટ નથી માગી. જેમ 2017માં કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપ્યું હતું. તેમ પાટીદાર સમાજ તરફથી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડવા માટે આવ્યો હતો. મેં કોંગ્રેસ પાસે માત્ર સમર્થનની વાત કરી હતી. કોંગ્રેસે ગાંધીનગર સીટ પર સમર્થન નથી આપ્યું.
સાથે જ ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ટેકામાં અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર પટેલ અને અંબાલાલ પટેલ દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો છે.