દિવાળીના તહેવાર પર અંબાજી અને પાવાગઢ જવાના હોવ તો ખાસ વાંચી લેજો- દર્શન અને આરતીના સમયમાં થયો ફેરફાર

Ambaji and Pavagadh news: દિવાળીમાં નજીક હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.લોકો નવા વર્ષ પર યાત્રાધામ અંબાજી અને પાવાગઢ મંદિરમાં દર્શન કરવા જતા હોય છે ત્યારે પાવાગઢ અને અંબાજી મંદિરમાં(Ambaji and Pavagadh news) દર્શન અને આરતીના સમયમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાતના અંબાજી મંદિરમાં નવા વર્ષના દિવસથઈ લઈ લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં થોડોક ફેરફાર કરાયો છે. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થઈ જશે. ત્યારપછી પોણા અગિયાર સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા પછી બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. ત્યારપછી સાંજે સાડાસાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. તો બેસતા વર્ષનાં દિવસે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.

દિવાળીના તહેવાર નિમિત્તે યાત્રાધામ પાવાગઢમાં પણ દર્શનના સમયમાં ઘણો ફેરફાર કરાયો છે. કાળી ચૌદશથી ભાઈબીજ એમ પાંચ દિવસ સુધી મંદિર સવારે પાંચ વાગ્યે ખોલી દેવામાં આવશે અને સાંજે સાડા સાત વાગ્યે મંદિર બંધ કરાશે. તહેવારોના દીવસોમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે ત્યારે દિવાળીને લઇને પાવાગઢ મંદિર ખાતે દર્શન કરવા ભારે ભીડ ઉમટી પડવાની શકતાથી ટ્રસ્ટ દ્ધારા માતાજીના મંદીર રોજ સવારે 6 વાગે ખુલતું હતું. તેના બદલે વહેલી સવારે 5 કલાકે મંદિર ખુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી બાજુ યાત્રાધામ અંબાજીમાં ફરી એકવાર પ્રસાદનો વિવાદ ઉભો થઈ રહ્યો છે. બ્લેકલિસ્ટ કંપની મોહિની કેટરસના બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ કરાતા NSUIના ગુજરાત મહામંત્રીએ મંદિરના વહીવટદાર પર સવાલ ઉભા થયા હતા. જો કે વહીવટદારે દાવો કર્યો હતો કે ભલે બોક્સ મોહિની કેટરર્સના હોય પરંતુ પ્રસાદ ગુણવત્તાયુક્ત છે. મોહિની કેટરર્સના વધેલા બોક્સનો ઉપયોગ પૂર્ણ થયા પછી નવા બોક્સમાં પ્રસાદ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *