કર્ણાટકમાં કાર નદીમાં ખાબકતા સર્જાયો મોટો અકસ્માત- એક પરિવારના 5 લોકોના મોતથી છવાયો શોકનો માહોલ

Karnataka Car Accident: માંડ્યાના પાંડવપુરા જીલ્લા પાસે તેમની કાર નહેરમાં પડી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. પોલીસને માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી…

Karnataka Car Accident: માંડ્યાના પાંડવપુરા જીલ્લા પાસે તેમની કાર નહેરમાં પડી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. પોલીસને માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મંડ્યાના(Karnataka Car Accident) ડેપ્યુટી કમિશનર કુમારે જણાવ્યું હતું કે વિશ્વેશ્વરાય નહેરમાંથી પાંચ મૃતદેહો અને શિવમોગા જિલ્લાના રજીસ્ટ્રેશન નંબરવાળી એક કાર મળી આવી છે. તેણે કહ્યું, “પ્રથમ દૃષ્ટિએ તે અવિચારી ડ્રાઇવિંગનો કેસ હોવાનું જણાય છે.”

આ અકસ્માત સાંજે પાંચ વાગ્યાની આસપાસ બન્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ ચંદ્રપ્પા, ધનંજય, કૃષ્ણપ્પા અને જયન્ના તરીકે કરી છે. તેઓ ભદ્રાવતીના વતની હતા અને બીલીકેરેની એક હોટલમાં જમ્યા બાદ તુમાકુરુ જિલ્લાના તિપ્તુર જઈ રહ્યા હતા. મૃતદેહોને પાંડવપુરા સરકારી હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા છે.

આ અકસ્માત પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ અને ડાઇવર્સ બચાવ કામગીરીમાં પણ જોડાયા હતા. દરમિયાન કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, શિમોગા જિલ્લાના ભદ્રાવતીના રહેવાસી ચંદ્રપ્પા પોતાની કારમાં મૈસૂરથી ભદ્રાવતી પરત ફરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં એક વળાંક પર તેમની કાર બેરીકેટ સાથે અથડાઈને નહેરમાં ખાબકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *