સુરતીલાલાઓ રસી તો લેવી જ પડશે! નહિતર… વેક્સિન સર્ટીફીકેટ વગર આ જગ્યાએ નહી મળે પ્રવેશ

સુરત(Surat): કોરોના(Corona) મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેટલાય લોકોના કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. ત્યારે આ મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા જનતાને રસીના ડોઝ લેવા માટે કહ્યું છે, કારણ કે આપણે સૌ કોરોના સામેની જંગ લડી શકીએ અને કોરોનાનો ખાત્મો કરી શકીએ. પરંતુ હજુ પણ કેટલાય લોકોએ કોરોનાની રસી લીધી નથી તેના માટે માઠા સમાચાર આવ્યા છે.

ત્યારે હવે સુરત શહેરમાં પ્રથમ ડોઝનું 100 ટકાથી વધુ રસીકરણ(Vaccination) નોંધાવનારી પાલિકાના જ કર્મીઓએ જ વેક્સિન નથી લીધી. જેને લીધે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી ગત મિટીંગમાં આ બાબતે ભારે ચર્ચા કરવામાં આવી હતી. એક સમયે દિવાળી ન હોત તો આવા કર્મીઓના વેતન રોકી દેવા સુધીની કાર્યવાહી કરવા પણ તૈયારી કરી દેવામાં આવી હતી. જોવા જઈએ તો આવા કર્મચારીઓની રજા મોકુફ રાખી જ્યાં સુધી ફાયનલ વેક્સિન સર્ટીફીકેટ રજૂ ન કરાવે ત્યાં સુધી નવી રજા મંજુર ન કરવા વિભાગીય વડાઓને સુચના આપી દેવામાં આવી છે. આ સાથે જ હવે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓના પ્રવેશ પહેલાં વેક્સિન સર્ટીફીકેટ ફરજિયાત કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સરથાણા નેચર પાર્કમાં પ્રવેશ ટિકીટ માટે ફરજિયાત ઓનલાઇન બુકિંગ કરાવવાના નિયમના અમલ બાદ સ્માર્ટ ફોન યુઝ ન કરતાં લોકો ખુબ જ પરેશાન થઇ રહ્યા છે. નેચર પાર્કના ટિકીટ કાઉન્ટર પર ભીડ ન થાય તે માટે બનાવવામાં આવેલ આ નિયમના લીધે બુકિંગ વગર પહોંચી જતા પરિવારોને વારંવાર ધક્કાઓ ખાવા પડી રહ્યા છે. જેને કારણે 1 એપ્રિલથી 29 ઓક્ટોબર સુધીમાં કુલ 53,177 મુલાકાતીઓ જ નોંધાયા છે. જેને લીધે સુરત મહાનગર પાલિકાને 14.73 લાખ રૂપિયાની જ આવક થઇ છે. ત્યારે હવે નેચર પાર્કની મુલાકાત લેવા માટે ઓનલાઇન ટિકીટ બુકિંગ વખતે ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે. જો વેક્સિન સર્ટિફિકેટ અપલોડ કરવામાં આવશે નહિ તો ટિકીટ બુક થશે નહીં તેમ પાલિકાએ જણાવતા કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *