આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, એક કિલો વેચીને દોઢ તોલા સોનું ખરીદી શકાય છે- જાણો કેમ આટલી મોંઘી છે?

એક બાજુ કોરોનાના કેસો માં વધારો તો બીજી બાજુ દેશના અનેક રાજ્યોથી શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. લોકો મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઘણા ઊંચા ભાવે શાકભાજી વેચી રહ્યા હતા. જોકે, બાદમાં અનેક રાજ્યોની સરકાર દ્વારા હસ્તક્ષેપ કરતાં ભાવ ઘટાડવામાં આવ્યા છે.

જોકે, પનીર અને મશરૂમને ભારતની મોંઘી શાકભાજીની યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. પરંતુ, આજે જે શાકભાજીની વાત અમે કરી રહ્યા છીએ તે આ બધાની ‘બાપ’ છે. જોવામાં જંગલી ઘાસ જેવી લાગતી આ શાકભાજી દુનિયાની સૌથી મોંઘી શાકભાજી છે. તેના એક કિલોગ્રામના ભાવમાં તમે દોઢ તોલા એટલે કે, 15 ગ્રામ સોનું ખરીદી શકો છો.

જાણવા મળ્યું છે કે, હોપ શૂટ નામની આ શાકભાજી અનેક ગુણોથી ભરેલી છે. તેમાં અનેક પોષક તત્વ પણ ઉપલબ્ધ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં હોપ શૂટ એક હજાર યૂરો પ્રતિ કિલોગ્રામે મળે છે. એટલે કે, જો તમે ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરો તો તેની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે. એટલે કે, આ સુપર વેજિટેબલની કિંમત સોનાથી પણ વધારે છે. આ ઉપરાંત હાલ ભારતમાં ગોલ્ડ પ્રાઇઝ 49 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. એટલે કે, આ શાકભાજીના ભાવમાં 15 ગ્રામ સોનું સરળતાથી ખરીદી શકાય છે.

આટલી વધારે કિંમત સાંભળીને તમને લાગી રહ્યું હશે કે, આટલી મોંઘી શાકભાજી કોણ ખાતું હશે? તો તમને જણાવી દઈએ કે, હોપ શૂટની માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. તેના ફૂલને હોપ કોન્સ કહે છે. તેનો ઉપયોગ બિયર બનાવવામાં પણ કરવામાં આવે છે. સાથોસાથ ડાળખીઓને પકવીને શાક તરીકે ખાવામાં આવે છે. તેની ડાળખીઓ જોવામાં શતાવરીની જેમ લાગે છે. આ ઉપરાંત તેનું અથાણું પણ બનાવવામાં આવે છે જે લોકો ખૂબ જ પસંદ છે.

આ ઉપરાંત હોપ શૂટ અનેક એન્ટીબોયોટિક ગુણોથી ભરપૂર છે. આ કારણે તેનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. હોપ શૂટનો ઉપયોગ દાંતના દુ:ખાવાની દવાઓથી લઈને ટીબીની સારવારમાં પણ કરવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને કાચી પણ ખાઈ શકો છો. જોકે, તેનો સ્વાદ ઘણો કડવો લાગશે. અનેક દેશોમાં હોપ શૂટના સ્ટેમનો ઉપયોગ સલાડમાં પણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *