આ ગુજરાતી ડોક્ટર મહિલાઓને મોટી બીમારીથી ડરાવી કરતો હતો જાતીય શોષણ

લંડનમાં રહી આ ગુજરાતી ડોક્ટર કરી રહ્યો હતો જાતીય શોષણ. આ ડોક્ટરનું નામ માનીશ શાહ છે, જે મહિલાઓને ભારે બીમારીના નામે ડરાવી ડરાવી કરતો હતો જાતીય શોષણ.

પૂર્વ લંડનના રોમફોર્ડના ભારતીય ડૉક્ટર મનીષ શાહને કોર્ટ દ્વારા જાતીય શોષણના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. માનીશ શાહે 23 જેટલી મહિલાઓના જાતીય શોષણ કર્યું છે. આવતી 7 ફેબ્રુઆરી 2020ના રોજ કોર્ટ દ્વારા તેને સજા સંભળાવવામાં આવશે. જે 23 કેસમાં ડૉક્ટર મનીષ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાંથી 6 મહિલા દર્દીઓનું ડોકટરે શારીરિક શોષણ પણ કર્યું હતું અને મહિલાઓના ગુપ્તાંગના ભાગે અડપલા પણ કર્યા છે.

કોર્ટની કાર્યવાહીના સમયે એવી જાણકારી મળી હતી કે, ડૉક્ટર મનીષ શાહ મહિલા દર્દીઓને હોલીવૂડ સેલીબ્રીટી એન્જેલિના જોલીની કેન્સરની ઘટના સંભળાવતો હતો અને કેન્સરની બીમારીનો ડર આપીને મહિલા દર્દીઓના બ્રેસ્ટ અને ગુપ્તાંગની તપાસ કરતો હતો. ડૉક્ટર મનીષ શાહ મહિલા દર્દીઓને કહેતો હતો કે, એન્જેલિના જોલીની આગમચેતીના ભાગ રૂપે તેના બ્રેસ્ટની તપાસ કરાવતી હતી. શું તમે પણ એન્જેલિના જોલીની જેમાં તમારા સ્તનની તપાસ કરાવવા માંગો છો.

ડૉક્ટર મનીષ શાહે મેં 2009 થી જૂન 2013 સુધીમાં પૂર્વ લંડનમાં મેવાની મેડીકલ સેન્ટરની 11 વર્ષની સગીર સહીત 6 મહિલા દર્દીઓનું શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ડૉક્ટર મનીષ શાહને ડૉક્ટર તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેની સામે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલે જજ સમક્ષ દલીલ કરી હતી કે, ડોકટરે તેના પદનો ગેરલાભ ઉઠાવીને તેને મહિલાઓના ગુપ્તાંગ અને બ્રેસ્ટની તપાસ કરી હતી જ્યારે આ પ્રકારની તપાસની બીલકુલ જરૂર નહોતી. તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ડૉક્ટર મનીષ શાહને પાંચ મામલામાંથી મૂક્ત કર્યો હતો અને તાજેતરના 6 અને જૂના 17 કેસ આમ કુલ મળીને 23 કેસની અંદર દોષિત જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *