કહેવાય છે કે, ડોકટરો(Doctor) ભગવાન(God) સ્વરૂપ હોય છે. કારણ કે, તેઓ લોકોના જીવ બચાવવાનું કાર્ય કરે છે. આવો જ એક કિસ્સો વડોદરા (Vadodara)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, વડોદરાની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital)માં ત્રીજી દીકરી આવતાં તેનો પતિ દવાખાનામાં એકલી મૂકીને જતો રહ્યો હતો. આ પ્રસૂતા અને સાવ ઓછું વજન ધરાવતા નવજાત શિશુની સયાજીના બાળ વિભાગે 62 દિવસ સુધી સારવાર કરી હતી. આ માતાને તેની સાસરી કે પિયરનું કોઈ પણ વ્યક્તિ તેની સાથે ન હોવા છતાં પરિવારની હૂંફનો અભાવ મહેસુસ નહોતો કરવ્યો. તેના બાળકને સાજો કરી અને સલામત થયું ત્યારે આ ટીમે તેના પિયરના ઘરનો પત્તો મેળવી તેને સલામત રીતે ઘરે પહોચાડી હતી.
ભાનુબેને જણાવ્યું હતું કે, ત્રીજી દીકરીના જન્મથી તેનો પતિ નારાજ હતો જેના કારણે તેનો પતિ તેને છોડીને જતો રહ્યો હતો. તેથી આ માતા સાવ એકલી પડી ગઈ હતી ત્યારે આ વિભાગમાં મા- દીકરાની સારવાર ની સાથે તેમને પરિવારની હૂંફ આપવામાં આવી હતી. ડો.શીલા ઐયર જે બાળ સારવાર વિભાગના વડા છે તેમના માર્ગદર્શન હેઠળ બાળકની 62 દિવસ સુધી કરવામાં આવી હતી. વ્યવસ્થિત સારવારને કારણે આ બાળકનું સ્વાસ્થ્ય સુધર્યું અને તેનો વજન 1100 ગ્રામથી વધીને 1760 ગ્રામ જેટલું થયું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રસુતાને રાજા આપવાની હતી ત્યારે ખરી મૂંઝવણ સર્જાઈ હતી. ત્યારબાદ બાળ રોગ તબીબ ડો.મોનિકા અને ડો.વૈશાલીની પૂછપરછ માં તેનું પિયર કોઈ માથાસર ગામમાં હોવાનું જણાયું હતું. શોધખોળ કર્યા પછી જણાયું હતું કે, આ ગામ નર્મદા જિલ્લામાં છે અને આ ટીમ દ્વારા માં અને બાળકને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આવી સ્થિતિમાં તે માં-બાળકને એકલા મોકલી શકાય તેમ ન હતું ત્યારે સેવાભાવી ભાનુ સિસ્ટરે સ્વેચ્છાએ તૈયારી બતાવી હતી. મળતી માહિતી અનુસાર, આ ગામ નર્મદા જિલ્લાના ઘનઘોર જંગલ વિસ્તારમાં ઝરવાણીથી આગળ છેક મહારાષ્ટ્રની સરહદ પર આવેલું છે. મધ્ય રાત્રિના ઘનઘોર અંધકારમાં ટીમ આ ગામમાં પહોંચી. ગામલોકો સાથે પૂછપરછ કરીને માતા આ ગામની જ હોવાની ખાત્રી કરી. તેના પિતા અને પરિવારના અન્ય સદસ્યો સાથે સઘન પૃચ્છા કરીને માતા અને બાળકીને પરિવારને સોપવામાં આવી હતી.
ખાસ વાત સારવારમાં સંવેદના ઉમેરવાની છે.અને એકલવાયી પ્રસૂતાને પરિવારની હૂંફ ઉમેરીને સારવાર આપવાનું ટીમ સયાજીનું આ કામ બિરદાવવા યોગ્ય છે. આ સંવેદનાભરી સારવાર અને દેખરેખ રાખનારી ટીમ અને સિસ્ટર ભાનુબહેનની આ નિસ્વાર્થ સેવાઓને બિરદાવવાની સાથે તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે તમામ તબીબો,નર્સિંગ સ્ટાફને ધન્યવાદ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.