અત્યારે ઉનાળા (Summer)ની ઋતુ છે અને લીંબુ(Lemon) પાણીની વાત ન થાય, તે કેવી રીતે થઈ શકે. આપણામાંથી મોટાભાગના લોકોને તે ખૂબ ગમે છે. આ ઉનાળુ પીણું ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે તેમજ તે બજારોમાં પણ સરળતાથી મળી રહે છે, ઘણા લોકો સોડા વોટર સાથે લીંબુનો રસ પીવાના પણ શોખીન હોય છે.
લીંબુ પાણી વજન ઘટાડશે?
આપણે સાંભળ્યું જ હશે કે નિયમિત લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ આગ્રહ રાખે છે કે સવારે વહેલા ઊઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે, ઘણા લોકો આ પીણામાં મધ ઉમેરીને વધુ સારા પરિણામ પણ મેળવે છે, પરંતુ શું ખરેખર લીંબુ પાણીથી વજન ઓછું થાય છે?
લીંબુ પાણી પીવાના ફાયદા:
લીંબુમાં સાઇટ્રિક એસિડ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી-6, પેક્ટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આ પાચનમાં સુધારો કરે છે અને સાથે જ આપણને ફ્રી રેડિકલથી બચાવે છે. લીંબુમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે હૃદયની તંદુરસ્તી સારી રાખે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. લીંબુનું શરબત પીવાથી પેટ અને કમરની આસપાસ જમા થયેલી ચરબી ઓછી થવા લાગે છે એટલે કે તમારું વજન ઝડપથી ઘટે છે.
ભૂખ નિયંત્રણ કરે છે:
લીંબુમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે, તેને પીવાથી તેલયુક્ત ખોરાક ખાવાની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે. તેમાં હાજર ફ્લેવોનોઈડ્સ મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરને ડિટોક્સ પણ કરે છે. લીંબુમાં રહેલું પોટેશિયમ શરીરને હાઇડ્રેટ રાખે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે.
લીંબુ પાણી કેવી રીતે તૈયાર કરવું?
જો તમે ઇચ્છો છો કે તમારા પેટની ચરબી પર લીંબુની અસર વધુ થાય, તો પહેલા એક ગ્લાસ હુંફાળું પાણી લો અને તેમાં એક નાનું લીંબુ નીચોવી લો. હવે તેમાં કાળું મીઠું અને જીરું પાવડર નાખીને પીવો. જો તમે સવારે ઉઠીને હુંફાળા પાણીમાં એક ચમચી મધ મિક્ષ કરીને સેવન કરશો તો વજન ઝડપથી ઘટશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.