હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમને ખુબ આઘાત લાગશે. ઉદયપુરમાં ગાયનું દૂધ પીવાને લીધે એક જ પરિવારનાં 5 બાળકો સહિત 13 સભ્યને હડકવાનું ઈન્જેક્શન લગાવવું પડ્યું હતું. કારણ કે, પરિવાર દ્વારા જે ગાયનું દૂધ પીધું હતું એને કૂતરું કરડવાથી હડકવા થઈ ગયો હતો. એવા સમયમાં પરિવારને હડકવાનું સંક્રમણ થવાનું જોખમ થયું હતું. કુશાલનગરમાં આવેલ તીતરડી ગામમાંથી આ ઘટના સામે આવી છે.
ગાયનું દૂધ પીનાર પરિવારને હડકવાની રસીની સાથે જ ટિટેનસ વેક્સિનનાં ઈન્જેક્શન લગાવવામાં આવ્યાં છે. CMHO ડો. દિનેશ ખરાડી જણાવતાં કહે છે કે, હાલમાં આ પરિવારના 13 જેટલા સભ્ય હડકવાના જોખમની બહાર છે. કારણ કે, એકપણ સભ્યમાં હડકવાનાં લક્ષણ જોવા મળ્યાં નથી.
પશુપાલન વિભાગના નિયામક ડો. ભૂપેન્દ્ર ભારદ્વાજનું જણાવવું છે કે, ગાયના દૂધને ઉકાળીને પીવાથી હડકવાની બીમારી થવાની શક્યતા પણ પૂર્ણ થઈ જાય છે. જો કે, ચિકિત્સક ચોક્કસપણે આ દાવો નથી કરી શકતા અથવા તો હડકવાગ્રસ્ત ગાયના દૂધથી લોકોને હડકવાની બીમારી નથી થઈ શકતી. હાલમાં આ પરિવારના 13 જેટલા સભ્ય ચિકિત્સા વિભાગની દેખરેખમાં છે.
ગાયની લાળ ટપકી રહી હતી :
ગૌપાલક દેવેન્દ્રસિંહ જણાવતા કહે છે કે, ગાયની લાળ સતત ટપકતી રહી હતી. જ્યારે ડોક્ટર્સને બતાવવામાં આવ્યું તો જાણ થઈ કે, ગાયને કૂતરાના કરડવાથી હડકવા થઈ ગયો હતો. ત્યારબાદ જે લોકોએ ગાયનું દૂધ પીધું હતું તેમને પણ આ અંગે જણાવવામાં આવ્યું હતું.
હડકવાની બીમારી હોય તો માણસમાં આવાં લક્ષણો જોવા મળે છે :
હડકવાની બીમારી થાય તો દુખાવો થવો, થાક લાગવો, માથાનો દુખાવો, તાવ આવવો, માંસપેશીઓ જકડાઈ જવું, ફરવાનું વધુ થઈ જવું, ચીડિયાપણું થઈ જવું જેવા લક્ષણો જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle