શાસ્ત્રોમાં દાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આપણે દાન તો કરતા હોઇએ છીએ પરંતુ શું તમે દાનના વિવિધ રૂપ વિશે જાણો છો?ચાલો અમે તમને જણાવીએ દાનના ત્રણ રૂપ વિશે.ગીતામાં દાનને સાત્વિક રાજશી અને તામસી આ ત્રણ શ્રેણીઓમાં વહેંચ્યા છે. સાત્વિકદાન , રાજસી અને તામસી આ ત્રણ શ્રેણીઓમાં વહેચ્યા છે. સત્વિક દાન એ છે જે દેશકાલ અને પાત્ર મુજબ કર્તવ્ય સમઝીને કરાય છે અને દાન લેતા એને અસ્વીકાર નહી કરતા. રાજસી દાન એ છે જે કોઈની ઈચ્છા પૂર્તિ માટે ઉત્સાહના વગર કરાય છે . તામસી દાન એ છે જે અનુચિત કાલ , સ્થાન અને પાત્રને શ્રદ્ધા વગર કરાય છે.આવો જાણીએ દાન કઈ રીતે કરવું.
1.દાનના ઉપાયઃ
હિન્દુ માન્યતા અનુસાર દાન કરવાથી મનુષ્યને પુણ્ય મળે છે. એ ઉપરાંત શાસ્ત્રોમાં એવા દાન કર્મ જણાવવામાં આવ્યા છે જેનાથી જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે અને સુખ-સંપત્તિનું આગમન થાય છે. આજે અમે તમને એવા જ એક ઉપાય અંગે જણાવવા જઈ રહ્યા છે.
2.ભિખારીને દાન મુશ્કેલી દૂર કરી શકેઃ
જી હાં, મંદિરની બહાર, ટ્રાફિક સિગ્નલ કે સડકના કિનારે બેઠેલા ભિખારીઓને એક વસ્તુ દાન કરીને તમે જીવનની કોઈપણ મુશ્કેલીઓમાં દૂર થઈ શકો છો. આમ તો કેટલાંક લોકો આ ભિખારીઓને પૈસા આપી દે છે, કોઈ તેમને ખાવા-પીવાનો પણ સામાન આપે છે તો કેટલાંક લોકો નજરઅંદાજ કરીને પણ જતા રહે છે.
3.ભાગ્ય ચમકી જશેઃ
પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભિખારીઓને એક ખાસ ચીજ દાન કરવાથી ભાગ્ય ચમકી શકે છે. આ વસ્તુ માત્ર ઘરડા ભિખારીને જ આપવાની છે અને આ ઉપાય અમાસના દિવસે અથવા તો રાત્રે જ્યારે સમય મળે ત્યારે કરવાનો છે.
4.પીતળની વસ્તુઃ
કોઈપણ અમાસના દિવસે બજારમાં જઈ પીતળની કોઈપણ વસ્તુ, વાસણ કે સામાન લઈને આવો અને તેને મંદિરમાં રાખી દો. તેની હળદર-કંકુથી પૂજા કરો અને પછી તેને કોઈ ઘરડા ભિખારીને દાનમાં આપી દો. માન્યતા એવી છે કે આવુ દાન કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય અછત નથી સર્જાતી.
5.લવિંગ વીંટાળેલી નોટઃ
કોઈપણ અમાસના દિવસે ઘરના મંદિરમાં તેલમાં એક લવિંગ નાંખીને દીવો કરો. દીવો પ્રગટી જાય પછી એ લવિંગને 10 રૂપિયા કે તેથી વધુની નોટ પર ચોંટાડી દો અને આ નોટ બહાર જઈને કોઈ ઘરડા ભિખારીને દાનમાં આપી દો. માન્યતા એવી છે કે આ દાન કરવાથી ધન સંબંધી કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે.
6.ચાંદીનો સિક્કોઃ
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે કોઈ ભિખારીને ચાંદી દાનમાં આપે. પરંતુ આ ઉપાયથી અમાસના દિવસે કોઈ ઘરડા ભિખારીને શુદ્ધ ભાવનાથી ચાંદીનો સિક્કો દાન આપો. આ દાન તમારી અનેક સમસ્યાઓનો અંત લાવી દેશે અને તમારા જીવનમાં ખુશહાલી ફેલાવી દેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.