કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ ઘાટી મા અમુક નાની મોટી ઘટનાઓ ને છોડીને શાંતિનો માહોલ છે. હજી સુધી હિંસાને કોઈ મોટી ઘટના સામે આવી નથી. ખાસ વાત તો એ છે કે કાશ્મીરના સંવેદનશીલ વિસ્તાર સોપોરમાં પણ શાંતિનો માહોલ છે. પરંતુ જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસ એ સોપોર ના સ્થાનિક યુવકો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે,” અમે શાંતિ છીએ, પરંતુ અમારી ખામોશીને અમારુ આત્મસમર્પણ ન સમજતા. આ ખામોશી અમારી રણનીતિ હેઠળ છે. તેઓ ઇચ્છે છે કે અમે પ્રતિક્રિયા આપીએ, પરંતુ અમે જાણીએ છીએ કે આગળ ખૂબ લાંબી લડાઈ છે.”
એક વૃદ્ધે કહ્યું કે,” તેમણે (એટલે કે સરકારે) અહીંયા ખૂબ જ તૈયારી કરી છે, તેઓ ઇચ્છે છે કે અમે પ્રતિક્રિયા આપી એ, પરંતુ અમારે સમજદાર થવું પડશે અને યોગ્ય સમયની રાહ જોવી પડશે. અમે પગલું ભરીને તેમને આશ્ચર્ય ચકિત કરી દેશુ.” સરકારના આ નિર્ણયથી સોપોરના લોકોમાં ભારે નિરાશા છે અને તેમનું કહેવું છે કે આનું ખૂબ જ ભયંકર પરિણામ આવશે. એક કોલેજના વિદ્યાર્થી રાશિદ નબી એ જણાવ્યું કે,” વીતેલા વર્ષોમાં જ્યારે કોઈ પર્યટક કે ગેર-કાશ્મીરીને આતંકીઓ દ્વારા નિશાનો બનાવવામાં આવતાં, તો અમને નિરાશા થતી, પરંતુ હવે અહીં આવનાર પર્યટક અને ગેર-કાશ્મીરી અમારી સાથે રહી પણ શકશે!”
જણાવી દઈએ કે સોપોર અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની નું શહેર છે. શુક્રવારે સુરક્ષા દળોએ કાશ્મીર ઘાટીમાં નમાજ પડવા માટેની થોડીક છૂટછાટ આપી હતી. પરંતુ સોપોર સહિતના સંવેદનશીલ વિસ્તારમાં છૂટછાટ આપવામાં ન આવી.
પાકિસ્તાન પાસેથી મદદની આશા
સરકારના નિર્ણયનો વિરોધ કરતા લોકોને પાકિસ્તાન પાસેથી મદદની આશા છે. લોકો ઈચ્છે છે કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના મુદ્દે દખલ અંદાજી કરે. લોકોનું કહેવું છે કે પાકિસ્તાન પાસે આ સમયે કોઈ વિકલ્પ નથી. તે કાશ્મીર મુદ્દે દખલ અંદાજી કરે અથવા તો કાશ્મીરને ભૂલી જાય.