વાંચો ગુજરાતના કયા શહેરમાં ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું સ્કેન્ડલ ઝડપાયું? 180 કરોડથી વધુ…

Published on Trishul News at 10:07 AM, Tue, 7 November 2023

Last modified on November 7th, 2023 at 12:48 PM

Drugs worth 180 crore seized from Vapi GIDC: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર ચાલી રહી છે.દારૂ-ડ્રગ્સ ઉપરાંત અફીણ-ગાંજાનો ધૂમ વેચાણ થઇ રહ્યુ જેથી યુવા પેઢી નશાનો ખુબ શિકાર બની રહી છે.હપ્તારાજને કારણે માફિયા-બુટલેગરોને જાણે ખુલ્લોદોર મળી ગયો છે.આ પરિસ્થિતી એટલી હદે કથળી છેકે, ગુજરાત આજે ઉડતા ગુજરાતમાં(Drugs worth 180 crore seized from Vapi GIDC) પરિવર્તિત થઇ ગયું છે.

ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ માહિતી ના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ટીમોએ રવિવાર, 05-11-2023ના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના જીઆઇડીસી વાપીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.

વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. DRI એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત 180 કરોડ કરતા પણ વધારે છે. એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળીઆવ્યા છે.

બે અઠવાડિયા પહેલા ડીઆરઆઈએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો વિસ્ફોટ કર્યો હતો. આ ઓપરેશનને પરિણામે 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને મેફેડ્રોનના ઉત્પાદનમાં છૂપી રીતે સંકળાયેલી આવી 2 લેબ્સ પણ શોધી કાઢવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા આ પ્રકારની બેક ટુ બેક કામગીરીએ કૃત્રિમ દવાઓના વધતા જતા ઉપયોગ અને આ દવાઓના ઉત્પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરૂપયોગ પર પ્રકાશ પાડ્યો હતો.

અમદાવાદના બાપુનગરમાંથી તાજેતરમાં પકડાયું હતું 19 લાખનું ડ્રગ્સ
હાલમાં અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થનો એક મોટો જથ્થો ઝડપાયો હતો. SOGએ બાપુનગરમાં મકાનમાંથી 19 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી હતી. આ મામલે SOGએ સાદિક ઉર્ફે બાબુ અંસારી અને તેની પત્ની રુકસાના બાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ પણ કરી હતી. આરોપી છેલ્લા 3 વર્ષથી મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં પોતાના ઘરેથી છૂટક ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હતા અને પોતે પણ તેના બંધાણી હતા. આ મામલે SOGએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Be the first to comment on "વાંચો ગુજરાતના કયા શહેરમાં ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું સ્કેન્ડલ ઝડપાયું? 180 કરોડથી વધુ…"

Leave a comment

Your email address will not be published.


*