ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: હવે લાયસન્સ લેવા RTO જવાની જરૂર નહીં પડે -જાણો વિગતવાર

ગુજરાત: હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું સહેલું પડશે, કારણ કે આરટીઓ ઉપરાંત રાજ્યની ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો પણ વાહનચાલકોને લાયસન્સ આપી શકશે. આ નિર્ણયની જાહેરાત ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે તો કરી દીધી છે પરંતુ તેમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શરતો ભાગ્યે જ કોઇ ડ્રાઇવિંગ સ્કૂલ પાળી શકે તેમ છે, તેથી આ નિર્ણયનો અમલ થવો મુશ્કેલ છે.

જે સ્કૂલમાંથી વાહનચાલકો તાલીમ મેળવ્યા હોય તે સ્કૂલમાંથી જ લાયસન્સ પણ મેળવી શકશે, કારણ કે લાયસન્સ ઇસ્યુ કરવાની છૂટ રાજ્યના વાહનવ્યવહાર વિભાગે આપી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકારે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપિત કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આરટીઓ દ્વારા આ સ્કૂલમાંથી તાલીમ મેળવનારા વાહનચાલકોને આયોજીત ટેસ્ટમાં સામેલ થવું પડશે નહીં.

રાજય સરકારે જણાવ્યું છે કે, ગાઈડલાઈન પ્રમાણે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કુલો પાસે પોતાની જમીન અને ટ્રેનિંગ માટેની ઈન્સ્ટીટયુટ હોવી જોઈએ. ડ્રાઈવીંગ સ્કુલ ત્યારે જ પ્રમાણપત્ર આપી શકશે જયારે તાલીમ મેળવનાર વ્યક્તિએ 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય. આરટીઓ દ્વારા આ પ્રમાણપત્રનાં આધારે ઉમેદવારની એકપણ પ્રકારની ટેસ્ટ લીધા વિના અધિકારીઓ દ્વારા લાયસન્સ ઈસ્યુ કરી આપવામાં આવશે.

ડ્રાઈવિંગ લાયસન્સ આરટીઓ સંસ્થા દ્વારા અપાયેલા પ્રમાણપત્રના આધારે જ આપશે. તેમ છતાં સંસ્થાને ઉમેદવારનો રેકોર્ડ રાખવામાં આવશે જેને જરૂર પડે ત્યારે આરટીઓ ઈન્સ્પેકટર તપાસ કરવા આવી શકે છે. જો કે, હાલ જે ડ્રાઈવિંગ સ્કુલમાંથી તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે તેઓને આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી પડશે. આરટીઓ અધિકારીએ જણાવ્યું છે કે, હાલ જે સ્કુલ ચાલુ છે તે આ નવા નિયમોનાં કારણે બંધ કરવામાં નહીં આવે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે, આરટીઓનો બોજો માન્યતા પ્રાપ્ત સ્કૂલ હળવો કરશે. સામાન્ય રીતે આરટીઓ ટેસ્ટમાં સામેલ થવું હોય તો 45 દિવસનો સમય લાગે છે તેથી ઉમેદવારને રાહ જોવી પડે છે પરંતુ સરકાર માન્ય સ્કૂલો લાયસન્સ આપી શકશે તેથી આરટીઓનો ભાર હળવો થશે. આ નિર્દેશો રાજ્યમાં 1લી જુલાઇથી લાગુ કરવામાં આવ્યાં છે.

ડ્રાઈવીંગ સ્કુલ માટે ભારે વાહનોની તાલીમ માટે સંસ્થા પાસે બે એકર જમીન હોવી જરૂરી છે. જો કે પહાડી જિલ્લામાં એક એકર જમીન તો હોવી જ જોઇએ. ઓછામાં ઓછા બે ટેકનિકલ રૂમ હોવા જોઇશે. ટ્રેનર પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ પણ જોઇશે. સરકારી સંસ્થા પાસેથી મિકેનિકલ એન્જીનિયરીંગ ક્ષેત્રનું પ્રમાણપત્ર જોઇશે. તાલીમ સ્કૂલ પાસે ઉમેદવારની બાયોમેટ્રીક વિગતો ફરજીયાત છે. ફર્સ્ટ એડ તેમજ મિકેનિકલ તાલીમનો પણ સમાવેશ કરવો પડશે. હેવી વાહનો માટે નાઇટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ જરૂરી છે. લાઇટ મોટર વ્હિકલ માટે સ્કૂલમાં સપ્તાહની તાલીમ લેવી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *