આ પ્રેમી નહિ પણ રાક્ષસ છે રાક્ષસ..! પ્રેમિકા સાથે શારીરિક ભૂખ સંતોષી દાનવ પ્રેમીએ જીવતી સળગાવી દીધી

ઉત્તરપ્રદેશમાં રહેતા યુવકે પાડોશમાં રહેતી તરૂણીને લગ્નની લાલચ આપી ભગાવીને ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાં આવેલા કીમ ખાતે લાવ્યો હતો. ત્યારબાદ તે વતન પરત જવા માગતી હોય પ્રેમીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જયારે યુવતીએ ફરીવાર વતન જવા જીદ કરી હતી ત્યારે તેને જીવતી સળગાવી હતી. જોકે, સદભાગ્યે આ ઘટનામાં પ્રેમિકા બચી ગઈ હતી. ત્યાર બાદ પ્રેમિકાને હોસ્પિટલમાં દાખલ કરી રસોઈ બનાવતા દાઝી હોવાનું જુઠ્ઠાણુ ફેલાવ્યું હતું. ત્યારબાદ તરૂણી સ્વસ્થ થતા પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમીની ધડ્પકડ કરીને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.

મળેલી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં આવેલા સુલતાનપુરના બહરી ગામનો વતની મહાવીર ઉર્ફે વીરે છેદીલાલ નિષાદ વતનમાં તેની પાડોશમાં રહેતી તરૂણીને 17 જાન્યુઆરીના રોજ લગ્નની લાલચ આપી ઘરેથી ભગાવીને સુરતમાં આવેલા કીમ નરોલી ગામમાં ઝૂંપડપટ્ટીમાં લાવ્યો હતો. ત્યાં એક મકાન રાખીને બંને રહેતા હતા. જોકે થોડા દિવસ બાદ તરૂણીએ વતન પરત જવા માંગણી કરી હતી.

વીરે તરૂણીને વતન મોકલવા માંગતો નહોતો. તેથી તેણે તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 10 દિવસ પહેલા તરૂણીએ ફરી વતન જવાની જીદ કરતા વીરે તરૂણી પર ડીઝલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. જોકે, સદભાગ્યે આ ઘટનામાં તરૂણી બચી ગઈ હતી.

ત્યારબાદ વીરે તરૂણીને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો અને તે રસોઈ બનાવતા દાઝી ગઈ છે તેવું કહીને તરૂણીને દાખલ કરી હતી ને દાખલ કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. તરૂણી ભાનમાં આવી ત્યારબાદ તેના માતા-પિતાને વતનથી બોલાવી સોંપ્યા બાદ તરુણીએ હકીકત જણાવતા ઉત્તરપ્રદેશમાં મહાવીર ઉર્ફે વીરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાતા ભાગી છૂટેલા મહાવીર ઉર્ફે વીરેને શોધવા ઉત્તરપ્રદેશ પોલીસ સુરત આવતા સુરત શહેર એસઓજીટીમને મળેલી બાતમીના આધારે મહાવીર ઉર્ફે વીરેને સગરામપુરા તલાવડી ખાતેથી ઝડપી પાડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ વીરેને સગરામપુરા તલાવડી ખાતેથી ઝડપી પાડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *