દારૂબંધી વાળા ગુજરાતમાં દારુ પીને ગરબામાં આવેલા પી.એસ.આઇ એ એસીપી ને પણ ન છોડ્યા- જાણો પોલીસે શુ કર્યું

ગઈકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધીની પરિસ્થિતિ અંગે એક નિવેદન આપીને ચર્ચા જગાવી છે. ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તેવું નિવેદન આપીને અશોક ગેહલોતે ગુજરાતની કહેવાથી દારૂબંધી ના લીરેલીરા ઉડાવી રહ્યા હતા. ત્યારે ગુજરાત અને સુરત શહેરમાં દારૂબંધીની શું સ્થિતિ છે ? તેનો જીવતો જાગતો દાખલો રવિવારે રાત્રે એક ગરબા આયોજનમાં દેખાયો.

કાયદાના રક્ષક અને દારૂબંધીનું પાલન કરાવતા ગુજરાત પોલીસના એક પીએસઆઇ દારૂના નશામાં ગરબા જોવા પહોંચ્યા હતા. જ્યાં ટ્રાફિક સંચાલન કરી રહેલા એક ટીઆરબી જવાન સાથે માથાકૂટ કરીને બબાલ કરી રહ્યા હતા. પીએસઆઇ વિજય પાટીલ આ બબાલ કરી રહેલા છે. તે દ્રશ્ય એસીપી સુઈ ગયા જેથી તેઓ તેને સમજાવવા દોડી આવ્યા. પરંતુ દારૂના નશામાં ચકચૂર થયેલા પીએસઆઈએ એસીપી સાથે પણ એ બા જોડી કરીને ગેરવર્તન કર્યું અને પોલીસ ની આબરુના લીરેલીરા ઉડાવી.

આખરે આ તમામ વાતો પોલીસ કમિશનર સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પીએસઆઇ પાટીલ કે જેવો પુણા પોલીસ મથકમાં નોકરી કરે છે. તેમને પકડી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા પીએસઆઇ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપીને પોલીસ ખાતામાં શિસ્ત અને નિયમોનું પાલન નહીં કરનારાઓ સામે આકરા પગલાં ભરવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *