ઘણી વાર તો એવું બને છે કે દારૂ પીધા બાદ વ્યક્તિ કયક અલગ જ દુનિયામાં રહેતા હોય તેવું વર્તન કરવા લાગે છે. દારૂના નશામાં ધુત વ્યક્તિને આજુબાજુની દુનિયા સાથે કઈ લેવા દેવા હોતું નથી. એ તો બસ પોતાની મસ્તીમાં જ ફરતો હોય છે. આવી જ એક ઘટના બ્રિટનથી સામે આવી છે. જ્યાં એક મહિલા અધીક પ્રમાણમાં નશાનું સેવન કરીને આવતા ભારે હોબાળો મચાવ્યો હતો.
વાસ્તવિકતામાં જોઈએ તો, 24 વર્ષની શર્ના વોકર ખૂબ જ નશા ધુત હાલતમાં બર્મિધમની એક રાત્રી ક્લબમાં પહોંચી ચુકી હતી. જો કે તેને નશાની આવી હાલતને જોતા ત્યાં રહેલા બાઉંસર ટ્રિસ્ટન પ્રાઈસે તેને ક્લબમાં એન્ટ્રી આપવાની ના પડી દીધી હતી. ત્યાર બાદ આ મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો.
Sharna Walker. Worcester.
Racist. In custody as we speak.
Sacked from a job.
“Black cunt,”nigger”. pic.twitter.com/JGYOKRK4WV
— Stan Collymore (@StanCollymore) May 24, 2021
બ્રિટનમાં વોરચેસ્ટરની રહેવાસી શર્ના વોકર રાત્રી ક્લબમાં પ્રવેશ નહીં મળતા મહિલા નશાના ધુતમાં હિંસક બની ગઈ હતી. તેણે ત્યાં હાજર બાઉંસર પ્રાઈસને જોરથી ધક્કો માર્યો હતો, તેની સાથે બોલાચાલી કરી અને ક્લબમાંથી દૂર જતાં જ મોટી મોટી ગાળો ભાંડવા લાગી હતી અને બાદમાં તેમના પર થૂંકી હતી. તેમને તેમનું બેગ ન મળતા બાઉંસર પર જોર જોરથી બૂમ પાડીને બેગ શોધી લાવવા માટે કહ્યું હતું.
આ વાયરલ થયેલા વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. તમામ યુઝારસો આ મહિલાના દુર્વ્યવહારની ટીપ્પણી કરતા નજરે પડ્યા છે. આ મુદ્દે વેસ્ટ મિડલેંડ્સ પોલીસે તપાસ કરી અને શર્ના વોકરની ધરપકડ કરી લીધી હતી. જો કે પૂછપરછ બાદ તેને જામીન મળી ગયા હતા અને હાલમાં આ હિંસક મામલાની વધુ તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.