રોમિયોને રોમિયોગીરી કરવી પડી ભારે: જાહેરમાં છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથીપાક- જુઓ વિડીયો

People beat up the youth in Surat: સુરતના પાંડેસરા આશાપુરી ખાડીમાં લોકોએ રોમિયોગીરી કરતા યુવકોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. યુવકો છોકરીઓની છેડતી કરતા હોવાનું ધ્યાને આવતા જાગૃત નાગરિકોએ તેમને રોક્યા હતા. રોમિયોગીરી કરતા યુવકોને રાહદારીઓ અને સ્થાનિકોએ માર માર્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

રોમિયોગીરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની છે. આશાપુરી ખાડી પર યુવકો રોમિયોગીરી કરી રહ્યા હતા, આ વાત સ્થાનિકોના ધ્યાનમાં આવી હતી. રોમિયોએ છોકરીઓની છેડતી કરતા લોકો ઉશ્કેરાયા હતા. આ જોતાં લોકોએ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

સ્થાનિકો લોકો સાથે રસ્તા પરથી પસાર થઇ રહેલા રાહદારીઓ પણ ઉભા રહી ગયા હતા અને રોમિયોગીરી કરનારા યુવકોને મેથીપાક ચખાડ્યો(People beat up the youth in Surat) હતો.

છોકરીઓની છેડતી બાબતે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. તેમણે રોમિયોગીરી કરનારા યુવકોને મેથીપાક ચખાડી સબક શીખવાડ્યો હતો. રોમિયોની ધોલાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે યુવકોને રોમિયોગીરી ભારે પડી હતી અને લોકો રોષે ભરાયા હતા. આ તમામ દ્રશ્યો જાહેર રસ્તા પર સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *