સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના વેડરોડ(Vedroad)માં ઓફિસ રાખી હીરા વેપાર કરતા હીરા વેપારીને ઠગે ડુપ્લીકેટ હીરા પધરાવી 37 હજાર પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એસઓજી દ્વારા આ ઠગને ઝડપી પાડવામાં આવ્યો હતો. કામરેજ(Kamaraj) રહેતા હીરા વેપારી જયસુખ કાકડીયા(Jayasukh Kakadia)ની વેડરોડમાં એક ઓફિસ છે.
તેમણે જણાવ્યું કે, 28 એપ્રિલની રાતે અઝીઝ શેખ મારી પાસે આવી 5 કેરેટના હીરા છે જેની કિંમત 50,000 છે, એમ કહ્યું હતું. ભાવતાલ કર્યા પછી આખરે 37 હજારમાં લેવાનું નક્કી કર્યું હતું અને અજીતને 37 હજાર આપતા વિડીયો ઉતારીને હીરા લીધા હતા. બાદમાં અજીત પૈસા લઈને નાસી ગયો હતો.
ત્યારબાદ હીરાની ખરાઈ કરવા માટે કતારગામ ખાતે ઓફિસે ગયા હતા ત્યાં મશીન પર હીરા ચેક કરતા ડુપ્લીકેટ નિકળ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે એસ.ઓ.જી દ્વારા બાતમીના આધારે અજીત રહમબક્ષઅલી શેખ (22) રહે, સૈયદપુરા માછીવાડને ઝડપી પાડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.