પુરાતત્વવિદોને પાણી માંથી ગ્રીક-રોમન દેવતાઓની કાંસાની મૂર્તિઓ મળી આવી છે. તેના વિશે કહેવામાં આવ્યું છે કે, આ મૂર્તિઓ 2 હજાર વર્ષ થી પણ વધુ જૂની છે. નિષ્ણાંતો ને ખોદકામમાં મળેલી આ મૂર્તિઓને સનસનીખેજ શોધ કહી રહ્યા છે.
આ શિલ્પો ઈટાલીના સિએના પ્રાંતના ટસ્કની વિસ્તારમાંથી મળી આવ્યા છે. આ શહેર રોમથી લગભગ 160 કિલોમીટર ઉત્તરમાં બાજુ આવેલી છે. પુરાતત્વવિદો એ લગભગ 2019 થી આ વિસ્તારમાં એક પ્રાચીન બાથહાઉસના અવશેષોની શોધખોળ કરી રહ્યા છે.
સંસ્કૃતિ મંત્રાલયના ટોચના અધિકારીએ આ શિલ્પોની શોધને પ્રાચીન ભૂમધ્ય સમુદ્રના ઈતિહાસની સૌથી અદભૂત શોધ ગણાવી છે. ઓસાનાએ રિયાસ બ્રોન્ઝની શોધ પછી સૌથી મહત્વપૂર્ણ ગણાયું છે. તે સમય દરમિયાન પ્રાચીન ગ્રીક યોદ્ધાઓની એક વિશાળ જોડી મળી હતી. વર્ષ 1972 માં તેને ઈટાલીના બીચ પરથી કાઢવામાં આવ્યું હતું.
સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું- તે પ્રાચીન ટસ્કનીમાં મોટા ફેરફારોનો સમયગાળો હતો. કારણ કે આ સમય દરમિયાન એટ્રુસ્કન શાસન ઘટી રહ્યું હતું અને રોમન શાસન શરૂ થઈ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.