પોતાનો પાક નિષ્ફળ જતા વીમા કંપની વીમાના પૈસા ચૂકવે તે બાબતે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા ના ખેડૂતોએ અનોખી રીતે ખેડૂતો માટે પાક વિમાની માંગણી કરી હતી. પોતાનો પાક નિષ્ફળ જાય તો સરકાર પાસેથી સહાય મળે તેવી આશાએ ખેડૂતો પાક વીમો લેવા પ્રિમીયમ ભરે છે. આ વીમા પ્રીમિયમ થી વીમા કંપનીઓને અબજો રૂપિયાની કમાણી થઇ હતી.
ભીમા કંપનીઓએ પ્રીમિયમ તો લઈ લીધું પરંતુ હવે જ્યારે ખેડૂતોને પોતાના પાકનો વીમો ચુકવવાનો વારો આવ્યો ત્યારે ખેડૂતોને પાકવીમાનું વળતર મેળવવા માટે સરકાર સામે આંદોલન કરવા પડે છે. દેવભૂમિ દ્વારકામાં પાકવીમાને લઇને ખેડૂતોએ ફરી એક વાર સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું છે.તમને જણાવી દઈએ કે ખેડૂતોએ આંખે પાટા બાંધીને એક રેલીનું આયોજન કર્યું હતું. બેરા મુંગા તંત્રને જગાડવા માટે ખેડૂતોએ આંખે પાટા બાંધીને અનોખી રીતે વિરોધ કરી પોતાનો અવાજ સરકાર સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
દેવભૂમિ દ્વારકાના અંદાજિત દસ હજાર જેટલા ખેડૂતો પાકવીમાથી વંચિત છે. જેના કારણે કેટલાક ખેડૂતોએ એકઠાં થઈને માનવ સાંકળ બનાવીને જિલ્લા કલેક્ટરની ઓફિસ સુધી એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં ખેડૂતોએ આંખે પાંટા બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ તમામ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને પાક વિમાની સહાય વહેલામાં વહેલી તકે મળી રહે તે માટે રજૂઆત પણ કરી હતી.
આ સમગ્ર ઘટનામાં ખેડૂતોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,કપાસનો પાકવીમો આખા ગુજરાતના ખેડૂતોને મળી ગયો છે.પરંતુ આજની તારીખમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનો પાકવીમો જાહેર પણ કરવામાં આવ્યો નથી એવું ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.