ગુજરાત રાજ્યમાં નવા મુખ્યમંત્રી(CM)ની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ત્યારે નીતિન પટેલ અમદાવાદ શહેરમાં પોતાના નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ તેમની કારની તપાસ પણ કરવામાં આવી હતી. રાજકીય ગતિવિધિના કારણે નીતિન પટેલ(Nitin Patel)નો મહેસાણાનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર(Gandhinagar) શહેર ખાતે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામને લઇ બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ધારાસભ્યોને કમલમ ખાતે બેઠકમાં હાજર રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રીના નામે ખુબ જ જોર પકડ્યું છે. એવામાં નાયબ મુખ્યમંત્રીનું મહત્વનું અને મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘ગુજરાતના CM અનુભવી હોય તે જરૂરી છે. સૌને સાથે રાખીને ચાલે તેવાં મુખ્યમંત્રી હોવાં જોઇએ.’
વધુમાં નીતિન પટેલે(Nitin Patel) જણાવતા કહ્યું છે કે, ‘વિજયભાઈએ પોતાની ઈચ્છાથી રાજીનામું આપ્યું છે. આખું રાજ્ય જેને ઓળખતા હોય તેવા મુખ્યમંત્રી આગામી સમયમાં બનવા જોઈએ. મુખ્યમંત્રી તરીકે જાણીતો ચહેરો, અને લોકપ્રિય ચહેરો હોવો જોઈએ. દરેક જાતિ અને જ્ઞાતિમાં ખ્યાતિ ધરાવતો અને સતત મહેનત કરતો મુખ્યમંત્રી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નીતિન પટેલ(Nitin Patel) નવા CM બની શકે તેવી શક્યતા સેવાઇ રહી છે. પાટીદાર નેતા તરીકે નીતિન પટેલ(Nitin Patel)ના નામની પ્રબળ ચર્ચા ચાલી રહી છે. પાટીદાર નેતા જ CM બની શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા ગુજરાતમાં અમલ કરાય તેવી પુરેપુરીન શક્યતાઓ છે. એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા રાજ્યમાં અમલમાં આવી શકે છે. જેમાં બંને ડેપ્યુટી CM ઓબીસી સમાજમાંથી બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.