ગુજરાતીઓ સ્વેટર અને ધાબળા મૂકી ન દેતાં, અગામી 3 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે- હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather Updates: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે આજે ત્રીજી ફેબ્રુઆરીના રોજ હવામાન વિભાગે ગુજરાતના હવામાન(Gujarat Weather Updates) અંગે આગાહી કરી છે. જેમા તેમણે તાપમાન ઘટવાનું અનુમાન કર્યુ છે.

પવનની દિશા બદલાતા રહેશે ધૂંધળુ વાતાવરણ
આગામી 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની શક્યતાઓ છે. આપને જણાવીએ કે, અમદાવાદમાં મહત્તમ 17 અને ગાંધીનગરમાં મહત્તમ 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વહેલી સવારે સામાન્ય ઠંડીની અને બપોરે ગરમીની અસર રહેવાની સંભાવનાઓ છે. પવનની દિશા બદલાતા સવારના સમયે ધૂંધળું વાતાવરણ રહેવાની ધારણા છે.

આગામી સમયમાં ગરમીનો અનુભવ થશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 સુધીમાં તાપમાનમાં વધારો થશે. જેના પગલે ગરમીનો પારો ઉચકાશે. જો કે, અત્યારે પણ સામાન્ય રીત વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અટલે કે, થોડા દિવસો સુધીમાં શિયાળો વિદાય લેશે તેવા હવેથી અણસાર જોવા મળી રહ્યાં છે.

પાંચમી ફેબ્રુઆરી પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવી શકે છે
આગામી 5 ફેબ્રુઆરી સુધી તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ રાજ્યમાં હાલ માવઠાની અમારા તરફથી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી. પાંચમી ફેબ્રુઆરી પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. સાથે રાજ્યમાં ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અને માવઠા જેવો માહોલ ઉભો થયો છે.

આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો
હવામાન વિભાગની આગાહી કહે છે કે, પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7 મી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો. પરંતું હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતુ જઈ રહ્યું છે. જેથી 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે. ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવુ અંબાલાલ પટેલે જણાવ્યું.

ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના
ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મહીસાગર,મહેસાણા, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,કચ્છ, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, બોટાદ, જુનાગઢ, તાપી સહિતના જિલ્લામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.