હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર આવા જ સમાચાર સામે આવી રહ્યાં છે. આજે સવારમાં ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સવારમાં 8.23 વાગ્યે કુલ 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવાર-સવારમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી કુલ 16 કિમી દૂર હોવાનું નોંધવામાં આવ્યું છે.
ભૂકંપના આંચકાથી જાનહાનિ ટળી :
ઉપલેટામાં ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપથી ઉપલેટાની ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અહીં નોંધનીય છે કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકાનાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ધોરાજી-ઉપલેટા તથા ગોંડલમાં ઘણીવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે.
પહેલાં રાજકોટમાં 7 કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા :
સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા ઘણીવાર અનુભવાતાં રહેતાં હોય છે ત્યારે કુલ 4 મહિના અગાઉ રાજકોટ શહેરમાં 7.30 કલાકની અંદર ભૂકંપના કુલ 3 આંચકા અનુભવાયા હતા. જેમાં પ્રથમ આંચકો કુલ 1.5ની તીવ્રતાનો, બીજો કુલ 1.6ની તીવ્રતાનો તેમજ ત્રીજો આંચકો કુલ 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે, આ આંચકાથી કોઈ જાનહાનિ અથવા તો નુકસાન થયું ન હતું. ભૂકંપનું AP સેન્ટર રાજકોટથી કુલ 27 કિમી દૂર નોંધવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle