છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હવે આ સીલ્સીલામાંથી દક્ષીણ ગુજરાત પણ બાકાત રહ્યું નથી. ગઈકાલે મોડી રાતે દક્ષીણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત, વાપી, સંઘ પ્રદેશ દમણ, સેલવાસ માં હળવા ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા.
રાતે 11:40 વાગ્યાના સુમારે લોકોએ ભૂકંપના આંચકાન અનુભવ થતા વલસાડ જિલ્લા માં ઘણી જગ્યા એ લોકો ઘર ની બહાર પણ નીકળ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા ૪.૧ રીક્ટર સ્કેલની નોંધાઈ હતી. અને વલસાડથી ૮૦ કિલોમીટર દુર આ ભુકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. જોકે હજુ સુધી કોઈ જાન માલના નુકસાનના અહેવાલો સામે આવ્યા નથી.
બે વર્ષ અગાઉ પણ સેલવાસથી ૧૯ કિમી દુરના અંતરે જમીનની અંદર ૧૦ કિલોમીટરથી ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews