મંગળવારે રાત્રે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા લાગ્યા હતા. 10 સેક્ન્ડ સુધી અનુભાવેલા આ ભૂકંપને લીધે કોઇ જાનહાની થઇ ન હતી. આ ભૂકંપ મોડી સાંજ 10 વાગ્યાના આસપાસ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઇ હતી.
આ ભૂકંપના આંચકા વધારે તીવ્ર ન હતા તે છતાં ઘડી બે ઘડી માટે લોકોમાં ભય વ્યાપ્યો હતો અને લોકોમાં 2001ના ભયંકર ભૂકંપની યાદો પણ તાજી થઇ હતી. ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર ભાગ્યા હતા. ઊંચી ઇમારતોમાં પણ ભાગદોડ જોવા મળી હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 38 કિમી દૂર માઉન્ટ આબુની આસપાસ નોંધાયું હતું. અમદાવાદના થલતેજમાં પણ ભૂકંપના આંચકા લાગતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના મોટભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુંભવાયા હતાં. ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મામાં ભૂકંપના આંચકા લાગ્યા હતાં. અરવલ્લી, સાબરકાંઠામાં પણ ભૂકંપનો આંચકો અનુંભવાયો હતો.
ઉલ્લેખનીય છે કે 2001માં આવેલા ભયંકર ભૂકંપ બાદ ગુજરાતમાં એક પણ મોટો ભૂકંપ નોંધાયો નથી. બુધવારે મોડી સાંજે લાગેલા આંચકાઓને લીધે લોકોમાં 2001ની યાદો તાજી થઇ હતી અને બધા એકબીજાના સંબંધીઓને ફોન કરીને ભૂકંપને લીધે કોઇ નુકસાન થયું નથી તેની ખાતરી કરવા લાગ્યા હતા. જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે લોકો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ નીહાળી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.