ગુજરાત(Gujarat): છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ ટેન્શનમાં હતી કે, ઘર ચલાવવું તો કેવી રીતે ચલાવવું? એક બાદ એક વસ્તુઓના વધી રહેલા ભાવોથી ગૃહિણીઓ માટે ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયું હતું. તેમાં પણ ભાવ ઘટવા અંગેનું આશાનુ એક પણ કિરણ દેખાઈ રહ્યું ન હતું. અંતે લાંબા સમય પછી મહિલાઓ માટે ખાદ્યતેલ(Edible oil)ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. દરેક વસ્તુઓના વધતા ભાવ વચ્ચે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં એક મહિનામાં 150 થી 200 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે, જેને કારણે ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ખાદ્યતેલના વેપારીએ જણાવતા કહ્યું છે કે, સીંગતેલનો 15 કિલોનો ડબ્બો 2770 રૂપિયા થયો છે જ્યારે કપાસિયા તેલનો 15 કિલો ડબ્બો 2650 રૂપિયા થઇ ગયો છે. યુક્રેન અને રસિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્યતેલના ભાવમાં આસમાની ઉછાળો નોંધાયો હતો. જોકે ફરી એક વાર લગ્નસરાની સિઝન આવતા 10 રૂપિયાથી 30 રૂપિયા સુધીના ભાવ વધ્યા છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, મગફળીની સિઝન ન હોવાથી 90 ટકા ઓઇલ મિલો હાલમાં બંધ પડી છે. તો બીજી બાજુ ખાદ્યતેલની ડિમાન્ડ હોવાથી સામાન્ય ભાવમાં ઉછાળો આવ્યો છે. પરંતુ મે મહિનામાં 150 રૂપિયાથી 200 રૂપિયા સુધીના ભાવ ઘટી ગયા છે.
શા કારણે ખાદ્યતેલના ભાવમાં નોંધાયો ઘટાડો?
કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્ટોક મર્યાદા કાયદાની અસરને કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સાથે વેપારીઓએ નિયમિત ખાદ્યતેલનો સ્ટોક કેન્દ્ર સરકારની વેબસાઈટ પર અપલોડ કરવાનો હોવાથી સંગ્રહખોરી બંધ થઈ ગઈ છે. સરકાર દ્વારા ખાદ્યતેલના એક્સપોર્ટ પર નિયંત્રણ લાવવામાં આવતા ઘટાડો નોંધાયો છે. યુક્રેન અને રસિયા યુદ્ધને કારણે ભાવમાં ઉછાળો આવ્યો હતો પણ તે સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.