દુકાનની બહાર સુતેલા વૃદ્ધ મહિલા સાથે દુકાનદારે માનવતા નેવે મૂકી આચર્યું ગેરવર્તન- જુવો કેવીરીતે સેનાના જવાને ભણાવ્યો પાઠ

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર અતરંગી વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આ વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ…

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર અતરંગી વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આ વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં લોકો આર્મી જવાનના દિલથી વખાણ કરી રહ્યા છે.

વીડિયોની સમગ્ર ઘટના એ પ્રમાણે છે કે એક દુકાનદાર એક વૃદ્ધ મહિલા સાથે ન કરવાનું વર્તન કરી રહ્યો હોય છે ત્યારે આર્મી જવાન તેને સબક શીખવાડે છે. સમગ્ર ઘટના એમ છે કે એક વૃદ્ધ મહિલા દુકાનની બહાર સૂતી હોય છે ત્યારે અચાનક ત્યાં દુકાનદાર આવે છે.

થોડીકવાર બાદ દુકાનદાર સૂતી વૃદ્ધ મહિલા પર પાણી નાખે છે. ત્યારે વૃદ્ધ મહિલા જાગીને દુકાનદારોના પગમાં પડે છે. આ સમગ્ર ઘટના જોઈ ને દૂરથી ઉભેલા એક આર્મી જવાન ત્યાં પહોંચી આવે છે.

અને દુકાનદારને સારો એવો સબક શીખવાડે છે. ત્યારબાદ આર્મી જવાન તે મહિલાને થોડાક પૈસા આપે છે અને દુકાનદારથી મહિલાને બચાવી માનવતા મહેકાવે છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો IAS અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. અને પોતે કેપ્શનમાં લખ્યું છે કે “હું આ અજાણ્યા જવાનને સેલ્યુટ કરું છું.’

આ વીડિયો ઇન્ટરનેટમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અત્યાર સુધીમાં આ વિડીયો 50 હજારથી પણ વધારે લોકોએ જોઈ નાખ્યો છે. દસ હજારથી પણ વધારે લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

ઉપરાંત વિડિયો ના કોમેન્ટ્સ બોક્ષમાં આર્મી જવાનની વાહ વાહ થઈ રહી છે. આ ઉપરાંત એક ટ્વિટર યુઝર્સે કહ્યું છે કે આર્મી જવાને માણસાઈની મિશાલ રજૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *