ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે.
અત્રે ઉલેખનીય છે કે, બે દિવસ પહેલા જ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા છે. હાલ ફોર્મની ચકાસણી ચાલી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિરોધી પક્ષના નેતાઓ સામે ફોર્મમાં વિગતો છૂપાવાઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પંચને અંધારામાં રાખ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર પાલિકાના કર્મચારી હોવા છતાં ફોર્મ ભર્યું હોવાની વાત સાથે ધરણાં કરવામાં આવી રહ્યાં છે. જયારે બીજી તરફ વોર્ડ નંબર 21ના ઉમેદવારે પણ ગેરરીતિ દર્શાવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જેના કારણે ફોર્મ રદ્દ કરવાની માંગણીઓ ઉભી થઈ રહી છે.
આપ દ્વારા બહુમાળીમાં વિરોધ
આજરોજ આમ આદમી પાર્ટી ધરણા પર બેઠી છે. વોર્ડ નંબર 8 ના ભાજપના ઉમેદવારના ફોર્મ મુદ્દે ધારણા પર બેઠા છે. આમ આદમી પાર્ટી દ્વારા બહુમાળી A બ્લોક ચોથા માળે ધરણા કરવામાં આવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર સુવરણાંબેન જાદવએ માહિતી છુપાવીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુવરણાંબેન જાદવ પાલિકામાંથી સરકારી પગાર પણ મેળવી રહ્યા છે. તેમ છતાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે ભાજપના ઉમેદવારનો ફોર્મ કેન્સલ કરવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યાં છે.
વોર્ડ નંબર 21ના ઉમેદવાર સામે આક્ષેપ
આ ઉપરાંત, કોંગ્રેસના ઉમેદવારે દ્વારા વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશોક રાંદેરિયાએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અપૂરતી માહિતી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. અપૂરતી માહિતી ને કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે. અશોક રંદેરીયા એ તેમના પત્ની અને સંતાનની મિલકતો અંગે ઉમેદવારી ફોર્મમાં માહિતી છુપાવી હોવાની વાત કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે.
બીજી પત્નીનો ઉલ્લેખ નથી કરાયાનો આક્ષેપ
અશોક રંદેરીયા એ તેમની એક પત્ની અંગેની માહિતી ઉમેદવારીપત્રમાં ભરે છે પરંતુ બીજી પત્ની અને તેના સંતાન અંગેની માહિતી તેમજ તેમની પાસે રહેલી સંપત્તિ ની માહીતી નો ઉલ્લેખ ઉમેદવારી પત્રમાં ઉલ્લેખ કર્યો નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા ઇલેક્શન પ્રિસાઇડિંગ ઓફિસર અને આ બાબતે જાણ કરવામાં આવી છે. ફોર્મ ભરવા અંગે જે માહિતી છુપાવવામાં આવી છે. તેને લઈને વાંધા રજૂ કરવામાં આવ્યા છે.
સંતાનોની માહિતી ન આપ્યાના આરોપ
જે રીતના દસ્તાવેજો-પુરાવા ચૂંટણી પ્રિસાઇડિંગ ઓફિસર ની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તે જોતા અશોક રાંદેરિયાની મુશ્કેલી વધી શકે એમ છે. સુપ્રીમ કોર્ટ મુજબ યુનિયન ઓફ ઇન્ડિયા/એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ના કેસમાં સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે, દરેક ઉમેદવારે પોતાની પત્ની અથવા પતિ અને તેના સંતાનો અંગે ની તમામ માહિતી જાહેર કરવાની હોય છે. વિશેષ કરીને તમને સંપત્તિ અંગે સચોટ અને સાચી માહિતી આપવાની હોય છે.જે ભાજપના વોર્ડ નંબર 21ના ઉમેદવાર અશોક રંદેરીયાએ આપી નથી.
ચૂંટણી પંચ કે ભાજપ પંચ?
– સરકારી કર્મચારી હોવા છતાં ફોર્મ સ્વીકારાયું…#Surat #Gujarat #aamaadmiparty #BJP pic.twitter.com/aQJWb8cVjZ
— Trishul News (@TrishulNews) February 8, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle