ઓલા ઈલેક્ટ્રીકે તેના મોસ્ટ અવેટેડ ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું છે. બે વેરિઅન્ટ S1 અને S1 Pro માં ઉપલબ્ધ, ઈલેક્ટ્રીક સ્કૂટર છેલ્લા કેટલાક અઠવાડિયા થી જ 499 રૂપિયામાં બુકિંગ માટે ઉપલબ્ધ છે.હવે ટુ વ્હીલર ઉત્પડકમાં બદલી ગયેલી રાઇડિંગ સર્વિસ પ્રોવાઇડર ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટર માટે કિંમત ની જાહેરાત કરી છે.S1 ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત 99,999 રૂપિયા છે જ્યારે S1 પ્રોની કિમંત 1,29,999 રૂપિયા છે.
ઓલા ઈલેક્ટ્રીક એ ઘણી બેન્કો સાથે ભાગીદારી કરી છે જે ગ્રાહકોને EMI વિકલ્પ આપશે.EV નિર્માતાએ દાવો કર્યો છે કે EMI ઓપ્શન દર મહિને 2999 રૂપિયાથી શરૂ થશે. તાજેતરના સમયમાં ઘણી રાજ્ય સરકારોએ ઇલેક્ટ્રિક વાહનો માટે પોતાની સબસીડી ની જાહેરાત કરી છે. આ સુનિશ્ચિત કરે છે કે ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત સંબંધિત રાજ્યોના સબસીડી લાભો અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી FAME યોજના અમલમાં મૂક્યા બાદ જાહેર કરેલી રકમ કરતાં સસ્તી હશે.
ગુજરાત EV નીતિ અને FAME યોજના હેઠળ સબસિડીના અમલ પછી ઓલા ઈલેક્ટ્રીક S1 અને S1 પ્રો સૌથી વધુ સસ્તું રાજ્ય હશે S1 રાજ્યમાં 79,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે જ્યારે S1 Pro ની કિંમત 1,09,999 રૂપિયા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.