રાજ્ય સરકારના ડિજીટલ માધ્યમથી ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડનાર ઓલપાડ તાલુકાના વડોદ ગામ નિવાસી ૨૬ વર્ષીય કેનિલ સુનિલકુમાર દેસાઈને મુખ્યમંત્રીના હસ્તે નોકરીનો નિમણૂંકપત્ર મળતાં અતિ આનંદિત છે. ડિજીટલ ઈન્ડિયાના ભાગરૂપે મને રાજ્ય સરકારની રોજગાર સેતુ એપ્લીકેશનના માધ્યમથી સુરતનની કલરટેક્ષ કંપનીમાં લેબ કેમિસ્ટની નોકરી મળી છે. કેનિલભાઈ તેમની કારકિર્દીની સફરનું વર્ણન કરતા કહે છે કે, ‘મારા પિતા ૧૫ વર્ષથી ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ અમારા ઉછેર માટે ઘણી મુશ્કેલીઓ વેઠી, પરંતુ મારા અભ્યાસમાં ક્યારેય અડચણ આવવા ન દીધી. મારા પિતાના સહયોગ અને હૂંફથી પ્રેરણા મળી અને રાજ્ય સરકારની રોજગાર સેતુની ડિજીટલ પહેલથી નોકરી મેળવવામાં સફળતા મળી છે. આજનો રાજ્યકક્ષાનો રોજગાર દિવસ મારા જેવા અનેક યુવાનો માટે આશાનું કિરણ બન્યો છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામમાં પરિવાર સાથે રહેતા ૨૬ વર્ષીય તેજલબેન કાલિદાસભાઈ વસાવાને સુરતના રાજ્યકક્ષાના રોજગાર દિવસનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે હેલ્થ વર્કરનો નિમણૂકપત્ર એનાયત થયો હતો.
રોજગારીની તક પ્રાપ્ત થતા આનંદની લાગણી વ્યક્ત કરતા તેજલબેને જણાવ્યું કે, ‘ANM નર્સિંગ એકેડમીથી નર્સિંગની પદવી લીધા બાદ સુરતના બહુમાળી ભવન સ્થિત રોજગાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેના પ્રત્યુત્તરમાં રોજગાર કચેરી તરફથી વેસુના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઈન્ટરવ્યુંનો ઈ-મેલ આવ્યો હતો. ઈન્ટરવ્યું ખુબ સારો ગયો, અને ટૂંક સમયમાં મારી હેલ્થ વર્કર તરીકે પસંદગી થઈ અને કરંજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોસ્ટીંગ મળ્યું. નોકરી મેળવવામાં સફળતા મળતા હવે હું મારા પરિવારને આર્થિક રીતે પગભર કરવામાં સહયોગી બની શકીશ એનો મને આનંદ છે. આજે નિમણૂકપત્ર મળતા તેમણે હરખની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યની પ્રગતિશીલ સરકારના સહયોગ થકી આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધી સમાજ સેવા કરવાનું મારૂ સપનું પૂર્ણ થયું છે. મારા સ્વપ્નને પૂર્ણ કરવામાં નિમિત્ત બનવા બદલ હું રાજ્ય સરકારની હંમેશા આભારી રહીશ.’
સુરતના ઉધના વિસ્તારના મધ્યમવર્ગીય પરિવારના ૨૩ વર્ષીય યુવાન ગૌરવ પ્રદીપકુમાર માલવેને રોજગાર દિવસના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે ઓફિસરના પદ પર નિમણૂંકપત્ર એનાયત થયો. બેરોજગારીની રાત પસાર થઈ અને રોજગારીના દિવસની ૬ઠ્ઠી ઓગષ્ટના રોજ શરૂઆત થઈ. જેના ગૌરવ જ નહી પણ તેના પરિવારમાં આજે સુખનો સુરજ ઉગ્યો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. (માર્કેટીગ) માં સ્નાતક થયા બાદ ગૌરવે સ્થાનિક રોજગાર કચેરીમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું, અને રોજગાર કચેરી તરફથી એ.યુ.સ્મોલ ફાઈનાન્સ કંપનીના ઈન્ટરવ્યુનો ઈ-મેલ મળ્યો. ઈન્ટરવ્યું આપ્યો અને તેમાં સફળતા મળી અને આજે નિમણૂક મળતા ખુશી સાથે ગદ્દ્ગદિત શબ્દોમાં ગૌરવ કહે છે કે ‘કૌશલ્યવાન યુવાનને રોજગારી પૂરી પાડી. રાજ્ય સરકારે પારદર્શક અને નિર્ણાયક વહીવટનો સક્ષમ પુરાવો આપ્યો છે. હું રાજ્ય સરકારનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. મારા જેવા કૌશલ્યવાન હજારો યુવાનોને એક દિવસમાં રોજગારી મળી એ જાણીને સંવેદનશીલ રાજ્ય સરકારની સાચી પ્રતિતિ થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.