પુલવામામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર- આતંકવાદીઓ પાસેથી એવી વસ્તુઓ મળી કે…

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુલવામા (Pulwama)માં સુરક્ષાદળો અને આતંકવાદી (Terrorist)ઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 2 AK 47 રાઈફલ્સ અને 1 પિસ્તોલ સહિત અનેક હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

માર્યા ગયેલા આતંકવાદીઓમાં પુલવામાના હરીપોરાના ઈરફાન મલિક (25), પુલવામાના ફાઝીલ નઝીર ભટ્ટ (21), પુલવામાના ગુદૌરાના જુનૈદ કાદિર (19)નો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.

તાજેતરમાં, 27 મેના રોજ, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક એન્કાઉન્ટર થયું હતું, જેમાં લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર સહિત 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. છેલ્લો વિડિયો તે આતંકવાદીઓને માર્યો તે પહેલા સામે આવ્યો હતો.

આ વીડિયો જિલ્લાના પહુ વિસ્તારમાં એન્કાઉન્ટર પહેલા ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો હતો. આ લડાઈમાં ડ્રોન આતંકવાદીઓ સામે સૌથી મોટું હથિયાર સાબિત થયું. વાસ્તવમાં, ડ્રોન કેમેરા દ્વારા કેદ કરવામાં આવેલા ફૂટેજમાં, સેનાના જવાનોને આતંકવાદીઓની સ્થિતિ અને હથિયારો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

ઘરની પાછળ પોઝિશન લેવામાં આવી હતી:
એવું કહેવામાં આવ્યું હતું કે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓએ એક ઘરની પાછળની ઝાડીઓમાં પોઝીશન લીધી હતી અને ત્રણેય અંધકાર દૂર થવાની રાહ જોઈ રહ્યા હતા જેથી તેઓ તકનો લાભ લઈ ભાગી શકે. પરંતુ ડ્રોનથી મળેલા ફૂટેજને કારણે સેનાએ આ ત્રણેય આતંકીઓને ચારેય બાજુથી ઘેરી લીધા હતા અને તેમના ભાગવાના તમામ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. ત્યારપછી સેનાના તમામ યુનિટોએ પોઝીશન લઈ ત્રણેયનો ઢગલો કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *