Parshottam Rupala News: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળ્યો હતો. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ વિવાદ પણ શાંત થતો જોવા મળી રહ્યો છે. પહેલા પરસોત્તમ રૂપાલાએ સાધુ-સંતો તેમજ ક્ષત્રિય(Parshottam Rupala News) આગેવાનો સાથે બેઠક યોજી હતી. તો હવે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા.
ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક
ગાંધીનગર શહેરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. મળતી માહિતી અનુસાર ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા રોષ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
રૂપાલાએ સાધું-સંતો સાથે બેઠક યોજી હતી
થોડા દિવસ પહેલા રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ પણ કરી હતી. પાળીયાદ ધામના ભયલુ બાપુએ તેમજ બલિયાવડ શક્તિધામના આઈશ્રી દેવલઆઈએ પણ મુલાકાત કરી હતી. જે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.
જાણો સમગ્ર વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું છે કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું છે કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કરવામાં આવ્યો હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App