મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યા પછી સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન સીએમ મમતા અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ગુજરાત માટે કમર કસી છે. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
ખરેખર મમતા બેનર્જીના શહીદ દિવસના કાર્યક્રમ સંદર્ભે અમદાવાદમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અગાઉ મમતા બેનર્જી શહીદ દિનના કાર્યક્રમને કોલકાતા અને બંગાળ સુધી મર્યાદિત રાખતા હતા. પરંતુ હવે તે દેશના ઘણા રાજ્યોમાં વર્ચુઅલ મીટિંગો યોજવા જઇ રહી છે. ગુજરાતમાં આ વર્ચ્યુઅલ મીટિંગના બેનરો ગુજરાતી ભાષામાં જ લગાવવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોવિડ-19 મહામારીને કારણે સતત બીજા વર્ષે લોકોને વર્ચુઅલ રીતે સંબોધન કર્યું હતું. પશ્ચિમ બંગાળ સિવાય મમતા બેનર્જીનું ભાષણ પ્રથમ વખત તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ પ્રસારિત કરવામાં આવ્યું હતું.
અમદાવાદના સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેન્ડ પર ગુજરાતી ભાષામાં લગાવવામાં આવેલા આ બેનરો પર લખ્યું છે કે, 21 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે મમતા દીદી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. ગુજરાતમાં મમતાની તસવીર સાથે બેનરો પ્રથમ વખત લગાવવામાં આવ્યા હતા.
બપોરે બે વાગ્યાથી મમતા બેનર્જીના ભાષણને પશ્ચિમ બંગાળથી મોટા પડદા પર પ્રસારિત કરવામાં આવ્યું હતું અને પહેલીવાર તામિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં પણ આ ભાષણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જી સાથે સ્ટેજ પર બીજેપીમાંથી ટીએમસીમાં સામેલ મુકુલ રોય પણ હાજર રહ્યા હતા.
TMC પાર્ટીના ગુજરાત કન્વીનર એવા જિતેન્દ્રભાઈએ જણાવતા કહ્યું હતું કે, અમદાવાદ સહીત અન્ય રાજ્યોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે ટીએમસીના શહીદ દિનને વર્ચ્યુઅલી મનાવવામાં આવ્યો હતો. હાલમાં TMC પાર્ટી તરફથી 2022ને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હજુ ભવિષ્યમાં જાહેરાત કરવામાં આવી શકે છે. જયારે પાર્ટી દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે કહેવાનું આવે ત્યારે વધુમાં વધુ મેમ્બર જોડાય તેવા પ્રયત્ન કરવામાં આવશે.
1993 માં કોલકાતામાં યુથ કોંગ્રેસની રેલીમાં પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા 13 લોકોની યાદમાં ટીએમસી શહીદ દિવસ મનાવે છે. આ વખતે મમતા બેનર્જીએ દેશ કક્ષાએ કરવાનો નિર્ણય કર્યો છે અને ઘણાં રાજ્યોમાં ભાષણ પ્રસારણ કરવાનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.